
આ વર્ષે પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની અમાસ 2 સપ્ટેમ્બર 2024ના દિવસે સવારે 5:21 વાગ્યે શરૂ થશે. જે બીજા દિવસે એટલે કે,3 સપ્ટેમ્બરે સવારે 7:24 વાગ્યે સમાપ્ત થશે.
સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. પિતૃદોષથી પીડિત અથવા પૂર્વજો તેમનાથી નારાજ હોય તેવા લોકોએ પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તર્પણ, દાન, પિંડ દાન, બ્રહ્મભોજ, પંચબલી કર્મ અથવા ત્રિપિંડી શ્રાદ્ધ કરવું પડે છે.
અમાસના દિવસે પૂર્વજો અને તેમના દેવ આર્યમાની પણ પૂજા કરવામાં આવે છે. જો તમે પૂજા દરમિયાન તમારા પિતૃઓને તેમના મનપસંદ ફૂલો અર્પણ કરવાથી પિતૃઓ ખુશ થઈને તમને આશીર્વાદ આપે છે.
સોમવતી અમાસના દિવસે મહિલાઓ પીપળાની પૂજા કરે છે.મહિલાઓ પીપળના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા પણ કરે છે. મહિલાઓ તેમના પરિવારની સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.
અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપો. લોટના ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો અને કીડીયારું પુરો. પીપળો, વડ, કેળા, તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ.

