37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કેજરીવાલે ફરી ખટખટાવ્યો હાઈકોર્ટનો દરવાજો, કહ્યું- EDને ધરપકડ કરવાથી રોકો !


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે દિલ્હી લિકર પોલિસી કેસમાં વચગાળાની રાહતની માગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. દિલ્હીના સીએમએ પોતાની અરજીમાં કહ્યું છે કે તેઓ લિકર પોલિસી કેસની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેમની ધરપકડ કરવાથી રોકવું જોઈએ.

અરવિંદ કેજરીવાલે EDના તમામ સમન્સની બંધારણીય માન્યતાને હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલે બુધવાર ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડમાંથી રાહતની માંગ કરી હતી. તેના પર EDના વકીલ એસવી રાજુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે અને બહાના બનાવી રહ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

કેજરીવાલે અરજીમાં શું કહ્યું?

કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તે ED સમક્ષ હાજર થવા તૈયાર છે. જો તપાસ એજન્સી ખાતરી આપે કે તેની ધરપકડ કરવામાં આવશે નહીં અથવા હાઈકોર્ટે આદેશ આપવો પડશે કે તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. કેજરીવાલે કહ્યું છે કે, “એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટ સમક્ષ ખાતરી આપવી જોઈએ કે જો હું સમન્સનું પાલન કરીશ,

આમ આદમી પાર્ટીએ ધરપકડનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો

જ્યારથી EDએ કેજરીવાલને શરાબ નીતિ કેસમાં સમન્સ મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારથી આમ આદમી પાર્ટીએ સરકાર પર દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવી રહી છે. AAP નેતાઓનું કહેવું છે કે ED કેજરીવાલને પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવા માંગે છે.

સિંઘવીએ કોર્ટમાં AAP નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયાની ધરપકડનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે હવે તપાસ એજન્સીઓની કામ કરવાની નવી શૈલી પ્રચલિત છે. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ ED સમક્ષ હાજર થવા તૈયાર છે. તે તમામ પ્રશ્નોના જવાબ પણ આપશે, પરંતુ તેને સુરક્ષાની જરૂર છે. તે સમન્સ ટાળી રહ્યો નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -