28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરની આત્મહત્યા કેસમાં પ્રિન્સિપાલ સામે ગુનો નોંધવા વિદ્યાર્થી સંગઠનની માગ!


કામના વધુ પડતા ભારણથી કંટાળીને ગઈકાલે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના એક પ્રોફેસરે તેમના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હવે આ મામ એડલે વિદ્યાર્થીમાં રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં મંગળવારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કોલેજ બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ

મીડિયા અહેવાલ મુજબ, આ મામલે NSUIએ માગ કરી છે કે, પ્રોફેસરના આપઘાત મામલે કોલેજ પોલીસ ફરિયાદ કરે અને કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે. મંગળવારે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના દરવાજા પાસે NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન પોલીસે કાર્યકરોને રોકતા NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. NSUIની રજૂઆત કોલેજના સત્તાધીશો દ્વારા સાંભળવામાં ન આવતા કાર્યકરોએ કોલેજની બહાર જ ઉગ્ર વિરોધ કર્યો હતો.

કોલેજના સત્તાધીશોને ખખડાવ્યા

ઉપરાંત, રજૂઆત કરવા અંદર જવા ન દેતા કાર્યકરોએ કોલેજના સત્તાધીશોને ખખડાવ્યા પણ હતા. સૂત્રો અનુસાર, NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ આત્મહત્યા નહીં એક હત્યા છે. જવાબદાર અધિકારીઓ પ્રેસર આપતા હતા, જેના કારણે પ્રોફેસરે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. કોલેજના પ્રિન્સિપાલના કારણે જ આપઘાત કર્યો છે. કોલેજના પ્રિન્સિપાલ પર હત્યાનો ગુનો નોંધાય તેવી અમારી માગ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -