મોરબી હિન્દૂ યુવા વાહનીનો હુંકાર,’કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધની ફરિયાદ રદ કરો’
દક્ષિણપંથી કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની થોડા દિવસ પહેલા પોલીસે ધરપકડ કરી છે. કાજલ પર આરોપ છે કે તેમણે રાજ્યના સોમનાથ જિલ્લામાં રોમનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપ્યું. ઉના શહેરમાં રામનવમીના દિવસે થયેલી હિંસક ઝડપના પાછળ પણ આ નિવેદનને માનવામાં આવી રહ્યું છે.ત્યારે મામલે મોરબી હિન્દૂ યુવા વાહનીએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધની ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.
મોરબી હિન્દૂ યુવા વાહનીના પ્રમુખ કે.બી, બોરિયાએ આ મામલે મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજયના ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બહુમત હિન્દુ સમાજ માટે સતત કાર્યશીલ માતૃશકિત કાજલબહેન હિન્દુસ્થાની એ સમાજ અને દેશની વ્યવસ્થાઓ તથા સાંપ્રત સમસ્યાઓ સંદર્ભે માર્ગદર્શન કરેલ તેના અમુક ભાગને વિવાદિત ગણાવી તેમના પર ગુન્હો દાખલ કરી સરકારી દ્વારા તેમની ઘરપક્ડ કરવામાં આવે છે. તે ઘૃણાસ્પદ કૃત્ય છે. રાજ્યની મહિલા શક્તિ જ્યારે સમાજને સાંપ્રત સમસ્યાઓ અંગે માહિતીગાર કરે,માર્ગદર્શન કરે ત્યારે તેમની હિંમતને બળ પૂરું પાડવાના બદલે માતૃશક્તિના ઉત્સાહને તોડી પડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે નિંદનીય છે. તેવું તેમણે જણાવીને ફરિયાદ રદ્દ કરીને તાકીદે જામીન આપવાની માંગ કરી હતી.

