35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: પત્નીને પ્રેમી સાથે મેળાની મજા માણતા જોઈ પતિ ઉશ્કેરાયો, જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી પ્રેમી યુવકની હત્યા કરી


અમદાવાદના સાણંદ વિસ્તારમાં જાહેરમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાણંદ મોડાસર ગામના એક મેળામાં પ્રેમીને મળવા ગયેલી પત્નીને પ્રેમી સાથે જોઈ જતા પતિએ પ્રેમીની જાહેરમાં હત્યા કરી હતી. આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, બાવળામાં રહેતા દિપક મકવાણાની પત્ની હેતલ છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. દિપક તેની સાથે છૂટાછેડા લેવા માગતો હતો પરંતુ તે છૂટાછેડા આપતી નહોતી. દરમિયાન દિપકને પત્નીના અન્ય યુવક પૂનમ સોલંકી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. આથી દિપકે પત્ની પર વોચ રાખી હતી. સાણંદ મોડાસર ગામના એક મેળામાં પત્ની પ્રેમીને મળવા ગઈ હોવાની જાણ દિપકને થતા તે પણ ત્યાં પહોંચ્યો હતો. પત્નીને પ્રેમી સાથે મેળાની મજા માણતા જોઈ દિપક ઉશ્કેરાયો હતો.

મોડી રાતે દિપક પોલીસ સ્ટેશનમાં હાજર થયો

દિપક પોતાની સાથે એક ચપ્પુ પણ લાવ્યો હતો. દરમિયાન જાહેરમાં જ દિપકે પ્રેમી પૂનમને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પૂનમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દિપક ફરાર થઈ ગયો હતો. જો કે, થોડા સમય બાદ મોડી રાતે દિપક ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે આરોપી દિપકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જાહેરમાં હત્યાની આ ચકચારી ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -