26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

અમદાવાદ: લાયસન્સ માટે ટેસ્ટની તૈયારી કરી રહ્યા છો તો પહેલા વાંચો આ સમાચાર, આગળ ડ્રાઇવ ગોઠવો!


ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવાની તૈયારી કરતા લોકો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોના આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, સ્લોટ ખાલી રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય હવે સવારે 9:30થી સાંજના 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. 

માહિતી મુજબ, આરટીઓમાં આપવામાં આવતી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટના સમયમાં દોઢ વર્ષ પહેલા વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં આરટીઓમાં ટેસ્ટ આપવા માટે લોકોને વેટિંગમાં રહેવું પડતું હતું, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ, હવે ટેસ્ટની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદના સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લઈ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટેનો સમય હવે સવારના 9:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

અગાઉ સમય સવારના 6:30થી રાતના 10 વાગ્યા સુધી હતો.

અગાઉ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટનો સમય સવારના 6:30થી રાતના 10 વાગ્યા સુધી હતો. પરંતુ, હવે ડ્રાઇવિંગ ટેસ્ટના સ્લોટ ખાલી રહેતા 15થી 9 કરાયા છે. લોકોની ભીડ ઓછી રહેતા હવે સ્ટોલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, અડધો કલાકના સ્લોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે, જેમાં ટુ-વ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -