24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

રશિયન રાષ્ટ્રપતિ બીમાર નથી, NSA અજીત ડોભાલે કરી મુલાકાત; અફઘાનિસ્તાન પર કહી મોટી વાત


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જેઓ લાંબા સમયથી જાહેર મંચ પર જોવા મળ્યા નથી, તેઓ કશે લુપ્ત કે બીમાર નથી, પરંતુ તેઓ એકદમ સ્વસ્થ છે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પુતિન પાર્કિન્સન અથવા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેઓ તેમના મૃત્યુના દિવસો ગણી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનનું જીવન પૂર્ણ થવાનો સમય ખૂબ નજીક આવી ગયો છે અને તેઓ ગમે ત્યારે દુનિયાને અલવિદા કહી શકે છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પોતે આશંકા વ્યક્ત કરી હતી કે “મને નથી લાગતું કે પુતિન હવે જીવિત છે. જો તે જીવિત છે, તો તેઓ ક્યાંક બીમાર પડ્યા છે અને કદાચ તેમના અંતિમ દિવસો ગણી રહ્યા હશે.” પરંતુ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની પુતિન સાથેની મુલાકાતે યૂક્રેન અને યુરોપિયન દેશોને મોટો ઝટકો આપ્યો છે.

NSA અજીત ડોભાલ આ દિવસોમાં બ્રિટન થઈને અમેરિકા પછી રશિયાના પ્રવાસે છે. ત્યાં તેમણે ગુરુવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. આ જાણકારી ખુદ રશિયન એમ્બેસીએ આપી છે. પુતિન અને ડોભાલ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ, ભારત અને રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ તરફ કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. ભારતમાં રશિયાના દૂતાવાસે ટ્વીટ કર્યું કે NSA ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી છે. ડોભાલ બુધવારે રશિયાની બે દિવસીય મુલાકાતે ગયા છે.

ભારત અફઘાનિસ્તાનના લોકોને તેમની જરૂરિયાતના સમયે ક્યારેય નહીં છોડે

NSA અજિત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત ઉપરાંત મોસ્કોમાં અફઘાનિસ્તાન પર 5મી બહુપક્ષીય સુરક્ષા સંવાદમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે અફઘાનોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. ડોભાલે કહ્યું કે ભારત અફઘાન લોકોને તેમની જરૂરિયાતના સમયે ક્યારેય નહીં છોડે. આ સાથે અફઘાનિસ્તાનમાં વર્તમાન તાલાબિની શાસન અને આતંકવાદીઓ સાથેના તેમના સંબંધો પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આને આખા વિશ્વ માટે ભારત પહેલેથી ખતરો વ્યક્ત કરતું આવ્યું છે. તમામ દેશોએ પણ અફઘાનિસ્તાનમાં મહિલાઓની દુર્દશાને દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક ગણાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -