ધોરણ 12 સાયન્સની પ્રેક્સિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 20 ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરુ કરવામાં આવશે. પરીક્ષાની રીસીપ્ટ સહીતની વિગતો ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખોને લઈને ઘણા સમયથી રાહ જોવાતી હતી. ત્યારે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેખિત પહેલા ખૂબ મહત્વની હોય છે.
ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ આગામી સમયમાં યોજાવા જઈ રહી છે તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ બીજીતરફ એક્ઝામની તૈયારીઓને લઈને કમર કસવામાં આવી છે. ત્યારે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો નક્કી થતા વિદ્યાર્થીઓનું ફોકસ પણ વધી જશે.
ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી સમયમાં શરુ થવા જઈ રહી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
એક બાજુ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ વખત બોર્ડનો અનુભવ કરવા જઈ રહ્યા છે તેમનામાં પરીક્ષાના રહેલા ડરને દૂર કરવા માટે અમદાવાદમાં આજથી જ આ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં 600 સ્કૂલના 45 હજાર વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ વખત આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ કરાવવામાં આવી રહ્યો છે.

