25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પડ્યા પર પાટું / મોંઘવારીમાં સામાન્ય નાગરિકને વધુ એક ફટકો, અમૂલે દૂધની કિંમતમાં 3 રૂપિયાનો કર્યો વધારો


અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ ફ્રેશ 54 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લીટર અને અમૂલ ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લીટર થશે.

આપને જણાવી દઈએ કે અમૂલે ગયા વર્ષે ઓક્ટોબરમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અમૂલે આ વર્ષે પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડિસેમ્બરમાં મધર ડેરીએ દિલ્હી એનસીઆરમાં દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

અમૂલે દૂધના ભાવ કેમ વધાર્યા ?

કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે, ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ જણાવ્યું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ જણાવ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર વિશ્વમાં મંદી જોવા મળી રહી છે. લગભગ તમામ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે. ત્યારે દૂધ પર વધેલા ભાવ સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું સમાન છે. 

અમદાવાદમાં ‘અમૂલ ફૂડ ડેરી’ બનાવી

તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની બજાર સાથે જોડાણ એક મોટો પડકાર છે. તે જ સમયે, ઓર્ગેનિક પરીક્ષણ સુવિધાઓ પણ મોંઘી છે, તેથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને બજાર સાથે જોડવા ઉપરાંત, અમૂલ દેશભરમાં પાંચ સ્થળોએ ઓર્ગેનિક તપાસની લેબ પણ સ્થાપિત કરશે. અમદાવાદમાં અમૂલ ફેડ ડેરીમાં આવી પ્રથમ લેબ શરૂ કરવામાં આવી રહી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -