સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કરોલના ખેડૂતને આ વર્ષે કોબીજની ખેતી કરતા ખેડૂતને પોષક ભાવ ના મળતા કોબીજના ઉભા પાકમા ગાયો બેસાડવામા આવી હતી. તો કેટલાય ખેડૂતોએ તૈયાર થયેલા પાકમા કટર ફેરવી હતી.
પ્રાંતિજ સહિત તાલુકામા શાકભાજીની પુસ્કર પ્રમાણમાં ખેતી થાય છે. જેમા મુખ્યત્વે ફલાવર અને કોબીજની ખેતી મોટા ભાગે થાય છે. કોબીજ-ફલાવરની ખેતીમા પ્રાંતિજ સહિત તાલુકો અવ્વલ વન છે. ત્યારે ચાલુ સાલે કોબીજ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો દ્રારા ઉભા પાકમા ગાયોને બેસાડવામા આવી હતી. તો કેટલાક ખેડૂતોએ તો ઉભા પાકમા કટર ફેરવાઈ દીધી હતી.
હાલ તો મોંધાદાટ બિયારણ ,ખેડ, ખાતર, દવા , પાણી , મજૂરી સહિતનો ખર્ચ ના મળતા ખેડૂતોમા નિરાશા જોવા મળી છે. બજારમા હાલ કોબીજનો હોલસેલ ભાવ – ૪૦ રૂપિયા ૨૦ કિલોના મળે છે. તો તેની સામે ખેડૂતોને પોષક ભાવો ના મળતા ખેડૂતો ઉભા તૈયાર થયેલા પાકમા ગાયોને ચરાવવા સહિત કટર ફેરવવા મજબૂર બન્યા છે.

