27 C
Ahmedabad
Saturday, April 18, 2026

માતા સીતા વિશે મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કરી અસભ્ય ટિપ્પણી! સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ


મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો. મોહન યાદવ ફરી એકવાર પોતાના નિવેદનોથી વિવાદોમાં ફસાયા છે. મંત્રી પર માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. ઉજ્જૈનમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું કે ત્રેતાયુગમાં માતા સીતાનું ધરતીમાં સમાઈ જવું આજના સમયમાં આત્મહત્યા સમાન છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ મંત્રીએ માતા સીતાના જીવનની તુલના છૂટાછેડા લીધેલી મહિલા સાથે કરી હતી. આ નિવેદન બાદ ડોક્ટર મોહન યાદવ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યા છે.

માહિતી અનુસાર, નાગદા/ખાચરોડ વિધાનસભા ક્ષેત્રના મંત્રી ડૉ. મોહન યાદવે રવિવારે રાત્રે મુખ્ય અતિથિ તરીકે કારસેવક સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શિવ, ભગવાન શ્રી રામ અને માતા સીતાના આદર્શો વિશે વાત કરી હતી. મંત્રીએ કહ્યું કે ભગવાન શિવે કષ્ટોને ઝેરની જેમ પીને દરેકને અમૃત રૂપી જીવન આપ્યું. એવી જ રીતે ભગવાન રામનું જીવન રાવણથી મહાન યુદ્ધના અંત સુધી દરેક પગલા પર ખૂબ જ નમ્ર હતું. ભાઈ, પિતા, રાજા, પતિ તરીકે, બાલ્યકાળમાં આપણે જોયું વિશ્વામિત્ર તેમને લઈ ગયા, ઋષિઓને આતંકમાંથી ઉગારવાનું કામ, જંગલમાં મહારાજા જનકની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરતા, એક એવા રાજા કે જેના બાળકોનો જન્મ જંગલમાં જ થયો. હા, તેમને તેમના પિતાને મળવા માટે ફરીથી વાર્તા કહેવી પડી.

મોટા મોટા સાહિત્યકારો પણ આ લખીને કહે છે કે રામરાજ્ય લાવવાની કલ્પના જે આપણે કરી છે એમના જીવનના ઉઅથાર્થને આપણે જોઈશું. સરળ ભાષામાં કહીએ તો, ‘જે સીતા માતા માટે આટલું મોટું યુદ્ધ કરીને લઈને આવ્યા, એમણે રાજ્યની ગરિમાને કારણે ગર્ભવતી હોવા છતાં છોડી દેવા પડયા. માતા સીતાએ પોતાના બાળકોને જંગલમાં જન્મ આપવો પડ્યો. આટલી બધી વેદનાઓ છતાં તે માતાને તેના પતિ માટે ઘણી શ્રદ્ધા હતી.

ભગવાન રામના શુભ જીવનની કામના કરતા હતા. ભગવાન રામના ગુણો જણાવવા માટે તેમણે પોતાના બાળકોને સંસ્કાર પણ આપ્યા. સામાન્ય રીતે આજનો સમય હોય તો તેને છૂટાછેડા પછીનું જીવન સમજી લો. જો તમે કોઈને ઘરમાંથી કાઢી મુકો તો તેનું શું થશે? પરંતુ આટલા દુઃખો હોવા છતાં, સંસ્કાર એટલા સારા કે લવ કુશ ભગવાન રામને રામાયણ યાદ કરાવે છે. જો કે આજે આપણે જોઈએ છીએ, કહેવા માટે સારી ભાષામાં કહીએ તો, ધરતી ફાટી ગઈ છે, માતા સમાઈ ગઈ. પરંતુ સરળ અને સત્તાવાર ભાષામાં કહીએ તો પત્નીએ તેમની સામે પોતાનો દેહ છોડી દીધો અને દેહ છોડવો તે આપઘાત ગણાય છે. આટલી કષ્ટો પછી પણ ભગવાન રામે પોતાનું જીવન કેવી રીતે વિતાવ્યું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આમ છતાં ભગવાન રામે રામરાજ્યની સ્થાપના કરી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -