ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો , ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ
ભારત અને ચીનની મહિલા હોકી ટીમો વચ્ચે એશિયન ગેમ્સની ફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2028માં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.
આ મેચમાં ભારત તરફથી એકમાત્ર ગોલ 10મી મિનિટે થયો હતો. ત્યારબાદ બંને ટીમો તરફથી એક પણ ગોલ થઈ શક્યો નહોતો. ભારતીય મહિલા હોકી ટીમે બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ટીમે 44 વર્ષનો ગોલ્ડ મેડલનો ઈંતજાર પણ પૂર્ણ કર્યો છે.
ભારતીય મહિલા હોકી ટીમે મેચની શરૂઆતથી જ ચીન પર દબદબો જાળવી રાખ્યો હતો. જોકે, રમતની છઠ્ઠી મિનિટે બલજીત કૌરને ગ્રીન કાર્ડ મળ્યું હતું. તેમ છતાં ભારતીય ટીમે પોતાના આક્રમણને ચાલુ રાખ્યું.
મેચની 10મી મિનિટે લાલરેમસિયામીએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ મેચ લાલરેમસિયામીની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ત્યારબાદ ભારતને પેનલ્ટી કોર્નર દ્વારા વધુ એક ગોલ કરવાની તક મળી હતી, પરંતુ ભારતીય ટીમ તેને ગોલમાં ફેરવી શકી નહોતી. તેમ છતાં પ્રથમ ક્વાર્ટરના અંત સુધી ભારતે 1-0ની લીડ જાળવી રાખી હતી.બીજા ક્વાર્ટરમાં ચીનનો જોરદાર હુમલો
મેચના બીજા ક્વાર્ટરમાં ચીને અત્યંત આક્રમક રમત બતાવી અને સતત ભારતીય ટીમ પર દબાણ બનાવ્યું. ચીનને બરાબરી કરવાની સૌથી મોટી તક ત્યારે મળી જ્યારે તેમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો.
જોકે, ભારતની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ શાનદાર બચાવ કરીને ચીનને ગોલ કરતા અટકાવી દીધું. ત્યારબાદ પણ ચીને સતત હુમલા કર્યા, પરંતુ ભારતીય ડિફેન્ડર્સે શાનદાર રમત બતાવીને ચીનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.
આ દરમિયાન ભારતીય ટીમનો મોટાભાગનો સમય બચાવ કરવામાં પસાર થયો હતો. તેમ છતાં ટીમે હાફ ટાઈમ સુધી 1-0ની મહત્વપૂર્ણ લીડ જાળવી રાખી હતી.
રમતની 28મી મિનિટે ચીનની ખેલાડી વેન ડાનને ફાઉલ બદલ ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું હતું.
- Advertisement -
- Advertisement -