27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

એડીના દુખાવાથી છુટકારો મેળવવો છે? તો આજથી જ અપનાવો આ સરળ ઘરેલું ઉપાય, મળશે રાહત


એડીનો દુખાવો ગમે તે વ્યક્તિને થઈ શકે છે. પરંતુ મહિલાઓ માટે આ સમસ્યા ખૂબ જ પરેશાન કરનારી સાબિત થાય છે. આ દુખાવો સવારે પથારીમાંથી જમીન પર પગ મૂકતી વખતે વધુ સતાવે છે. એડીના દુખાવાનું મુખ્ય કારણ ‘પ્લાન્ટર ફેસાઇટિસ’ (Plantar Fasciitis) છે, જેને ‘હીલ સ્પર્ સિન્ડ્રોમ’ પણ કહેવામાં આવે છે. આ સિવાય સ્ટ્રેસ, ફ્રેક્ચર, ટેન્ડોનાઇટિસ અને આર્થરાઇટિસ પણ તેના કારણો હોઈ શકે છે, જે તમારી દિનચर्याને પ્રભાવિત કરે છે.

સામાન્ય રીતે એડીનો દુખાવો થોડા સમયમાં મટી જાય છે.પરંતુ કેટલાક કિસ્સાઓમાં સ્નાયુઓ અને સાંધાઓમાં લાંબા સમય સુધી સોજો રહે છે. જેનાથી કામ કરવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો જાણી લો:

1. ગરમ પાણીમાં ફટકડીનો ઉપયોગ

ફટકડી અથવા સિંધવ મીઠું સોજો ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ માટે હૂંફાળા પાણીમાં પગ ડૂબાડીને બેસો, જેનાથી સ્નાયુઓની જકડાઈ દૂર થશે અને દુખાવામાં રાહત મળશે.

2. ગરમ તેલથી માલિશ

સ્નાયુઓમાં રક્ત સંચાર (Blood Circulation) સારો કરવા માટે ગરમ તેલથી માલિશ કરો. આનાથી બંધ નસો ખૂલે છે અને પગની ઘૂંટીઓને મજબૂતી મળે છે. એડી પર ગરમ તેલ કે ઘીથી માલિશ કરવાથી ટૂંક સમયમાં જ આરામ મળે છે.

3. હળદરનો ઉપયોગ

હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે.જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આ માટે તેલમાં હળદર ઉમેરીને એડી પર લગાવો. જો ઇચ્છો તો તેમાં ગોળ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટ લગાવવાથી દુખાવામાં ઘણી રાહત મળશે.

4. હીલ્સ પહેરવાથી પરહેજ કરો

જો તમને હીલ્સવાળા સેન્ડલ કે બૂટ પહેરવાનો શોખ હોય, તો તમારી આદત બદલો. ઊંચી હીલ્સ પહેરવાથી પગમાં લોહીનું પરિભ્રમણ અસામાન્ય બને છે.

5. એડીને મોઇશ્ચરાઇઝ રાખો

જો તમારી એડીઓ વધુ ફાટતી હોય અથવા કઠણ થઈ ગઈ હોય, તો પણ દુખાવો થઈ શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા એડીને હંમેશાં મોઇશ્ચરાઇઝ કરો જેથી તે ફાટે નહીં.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા તબીબી સલાહ અવશ્ય લો.)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -