પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન 41 વર્ષની વયે બીજી વખત બનશે માતા, સોશિયલ મીડિયા પર ફ્લૉન્ટ કર્યો બેબી બંપ
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી માહિરા ખાને સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને ખુશખબર આપી છે કે તે ટૂંક સમયમાં બીજી વખત માતા બનવા જઈ રહી છે. હાલમાં તે કેનેડામાં ચાલી રહેલા ‘ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026’માં ભાગ લઈ રહી છે, જ્યાં તેને સિનેમામાં તેના યોગદાન માટે સન્માનિત પણ કરવામાં આવી છે.
પ્રેગનેંસીની સરળ ઘોષણા
અભિનેત્રીએ ખૂબ જ સાદગીથી આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે.
વાયરલ થયેલી તસવીરમાં માહિરા સફેદ રંગના લૂઝ ગાઉનમાં પોતાનો બેબી બંપ ફ્લૉન્ટ કરતી નજરે પડે છે.
આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “અમે પ્લાન બનાવીએ છીએ અને પછી અલ્લાહનો પ્લાન હોય છે.”
વ્યક્તિગત જીવન અને લગ્નજીવન
માહિરા ખાનના બીજા બાળકની આ ખબર બિઝનેસમેન સલીમ કરીમ સાથેના લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ આવી છે.
આ દંપતીએ ઓક્ટોબર 2023માં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.
સલીમ કરીમ અને માહિરાનું આ પહેલું સંતાન છે.જ્યારે અભિનેત્રી અગાઉથી 17 વર્ષના પુત્ર અઝલાનની માતા છે જે તેના પહેલા પતિ અલી અસ્કરીથી છે.
સિનેમા જગતમાં પ્રદાન
માહિરા ખાન પાકિસ્તાનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
તેને ડ્રામા સિરિયલ ‘હમસફર’થી ઘરે-ઘરે મોટી ઓળખ મળી હતી.
આ ઉપરાંત તેણે ‘શેહર-એ-ઝાન’, ‘બિન રોયે’ અને ‘સુપરસ્ટાર’ જેવા લોકપ્રિય શો તથા ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલિવૂડમાં તેણે વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘રઈસ’થી પદાર્પણ કર્યું હતું.જેમાં તેની સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા.
- Advertisement -
- Advertisement -