31.1 C
Ahmedabad
Sunday, October 18, 2026

“ટ્રમ્પના નાના પુત્ર બેરન ટ્રમ્પની હત્યા માટે 95 કરોડનું ઇનામ? ઈરાનના સરકારી ટીવીના વીડિયોથી મચી હલચલ!”


ઈરાનના સરકારી ટીવી ચેનલ (IRIB) પર એક વીડિયો પ્રસારિત થયો છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્ર બેરન ટ્રમ્પને નિશાન બનાવવામાં આવ્યા છે.

ધમકી અને ઇનામ:

આ આખી ક્લિપની શરૂઆત અંગ્રેજી મેસેજથી થાય છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, “બેરન ટ્રમ્પની હત્યા ક્યાં કરવામાં આવે?!” એટલું જ નહીં, તેમની હત્યામાં મદદરૂપ માહિતી આપનારને 10 મિલિયન ડૉલર (અંદાજે 95 કરોડ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓની નજર:

અમેરિકી સિક્રેટ સર્વિસે આ વીડિયો વિશે જાણકારી હોવાનું સ્વીકાર્યું છે અને સુરક્ષા જોખમની સમીક્ષા કરી રહી છે. ફેડરલ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો ટ્રમ્પ પરિવારને નિશાન બનાવતી ઈરાની બ્રોડકાસ્ટ સિરીઝનો જ એક ભાગ છે.

ગંભીર જોખમ:

અગાઉ ઈરાન તરફથી મળેલા જોખમોના કારણે અમેરિકી અધિકારીઓએ તુર્કીમાં નાટો સમિટ દરમિયાન ટ્રમ્પની મુલાકાત પર પણ પુનર્વિચાર કરવો પડ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -