31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

મોટીરેલપૂર્વમાં લાખોની લૂંટના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ નામંજૂર


ફતેપુરા તાલુકાના મોટીરેલપૂર્વ ગામના ખેડા ફળિયામાં પરિવારજનોને બંધક બનાવી તલવારની અણીએ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કલ્પેશભાઈ રમેશભાઈ ચામઠાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ફતેપુરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ અને લૂંટના મુદ્દામાલ અંગે તપાસ માટે કોર્ટ સમક્ષ પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ અગાઉ ઘરની રેકી કરી હતી અને 9 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે મોટીરેલપૂર્વ ખાતેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી પરિવારજનોના હાથ-પગ બાંધી બંધક બનાવી તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી.

લૂંટમાં સોનાના હાર, પાટલા, વીંટી, ચેન, મંગળસૂત્ર સહિતના દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનો આરોપ છે.

ગંભીર લૂંટના કેસમાં પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવતા હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :કિશોર પણદા, ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -