32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે વટલી પ્રાથમિક શાળામાં મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની વટલી પ્રાથમિક શાળા ખાતે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે બાળકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. અતીત ડામોર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. અમલિયારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર વટલીના આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ અને મલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર અશોકભાઈ તાવીયાડ દ્વારા કરવામાં આવ્યું હતું.

લાઈવ ડેમોસ્ટ્રેશન: વિદ્યાર્થીઓને મચ્છરના ઈંડા, પોરા (લાર્વા) અને મચ્છરના જીવનચક્ર વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન આપી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સફાઈ અને પાણીનો નિકાલ: શાળા પરિસરમાં એકત્રિત થયેલા પાણીના નિકાલ સાથે કચરાના યોગ્ય ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉત્પત્તિ સ્થાનોની તપાસ: પાણીની ટાંકી, કુંડા, ડ્રમ અને કુલર જેવા પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તે માટે વિશિષ્ટ સમજ આપાઈ હતી.

વિદ્યાર્થીઓ માટે સંદેશ:

આરોગ્ય ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં “પાણી ભરાવા નહીં દઈએ, મચ્છરને વધવા નહીં દઈએ” ના સૂત્ર સાથે સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તાવ આવે ત્યારે જાતે દવા ન લેતા તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવવા અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ :યાસીર ગુડાલા દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -