32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

હરિયાળી સમૃદ્ધિનો સંકલ્પ: દહેગામના કડજોદરા ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદભાવના દિવસે ભવ્ય વૃક્ષારોપણ”


આજે આધુનિક ભારતના ઘડવૈયા, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 82મી જન્મજયંતિ (“સદભાવના દિવસ”) નિમિત્તે કડજોદરા ગામે આવેલી કડજોદરા પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ધનપાલસિંહ ડી. ચૌહાણ, જિલ્લા સદસ્ય દેવરાજસિંહ, 2022ના વિધાનસભા ઉમેદવાર વખતસિંહ ચૌહાણ તેમજ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિંમતસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ ફળદાઉ અને છાંયડા આપતા વૃક્ષોના છોડ વાવવામાં આવ્યા હતા. આ માધ્યમથી પર્યાવરણનું જતન કરવા, હરિયાળી સમૃદ્ધિ વધારવા અને પ્રકૃતિની રક્ષા કરવાનો સુંદર તથા મહત્વપૂર્ણ સંદેશ લોકમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -