26.7 C
Ahmedabad
Monday, October 19, 2026

ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ


અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી જસ્ટિસ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી અર્પી હતી.

આ ગૌરવશાળી પ્રસંગે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ઉપસ્થિત વરિષ્ઠ મહાનુભવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી નમન કર્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ, નિવૃત ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલશ્રી, એડિશનલ એડવોકેટ જનરલશ્રી, સરકારી એડવોકેટશ્રીઓ, ન્યાયિક અધિકારીશ્રીઓ, સિનિયર એડવોકેટશ્રીઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યશ્રીઓ તેમજ ગુજરાત હાઇકોર્ટના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીગણ સર્વે ઉપસ્થિત રહી તિરંગાને સલામી અર્પી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -