26.9 C
Ahmedabad
Saturday, July 25, 2026

“ગંભીર ચેપ અને અનિયંત્રિત ડાયાબિટીસથી ઘેરાયેલા દર્દી માટે દેવદૂત બની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલની ટીમ; સફળ ઓપરેશનથી બચાવ્યો જીવ.”


બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોરી ગામના 56 વર્ષીય સોનસિંહ ડાભી છેલ્લા બે વર્ષથી પેટમાં દુખાવો, પેશાબની ગંભીર તકલીફ તથા અન્ય આરોગ્ય સમસ્યાઓથી પીડાતા હતા.
આ સમયગાળા દરમિયાન તેમણે અન્યત્ર સારવાર અને વિવિધ તપાસો કરાવી હતી, છતાં તેમની તકલીફમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો.

ગત તા. 18 જૂનના રોજ અચાનક પેશાબનો ભરાવો, કબજિયાત અને અનિયંત્રિત ડાયાબિટીસને કારણે તેમની સ્થિતિ ગંભીર બનતા પરિવારજનો તેમને પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લાવ્યા હતા.

ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર આપ્યા બાદ દર્દીને મેલ સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ કરાવેલા તમામ રિપોર્ટનું મૂલ્યાંકન કરીને હોસ્પિટલમાં લોહી, ડાયાબિટીસ સહિતની જરૂરી તપાસો કરવામાં આવી હતી. તપાસમાં ડાયાબિટીસનું પ્રમાણ અત્યંત ઊંચું હોવાનું સામે આવતાં તબીબોએ તાત્કાલિક જરૂરી દવાઓ અને ઇન્સ્યુલિન દ્વારા સારવાર શરૂ કરી દર્દીની સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેશાબની ગંભીર તકલીફને કારણે નીચેના ભાગમાં ભારે સોજો, ગંભીર ચેપ તથા પરું ભરાઈ ગયું હતું. સર્જરી કરીને ભરાયેલું પરું અને ખરાબ પાણી બહાર કાઢવામાં આવ્યું તેમજ ચેપગ્રસ્ત અને મૃત થઈ ગયેલી ચામડી દૂર કરવામાં આવી હતી.

આગળની તપાસમાં કબજિયાતનું મૂળ કારણ પરુંનો માર્ગ (ફિસ્ટુલા) હોવાનું સામે આવતાં તેનું પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચેપને નિયંત્રિત કરવા માટે જરૂરી એન્ટીબાયોટિક્સ તથા અન્ય દવાઓ શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન દર્દીના હાથમાં પણ સોજો અને પરું જોવા મળતાં બીજી સર્જરી કરીને ચીરો મૂકી ભરાયેલું પરું બહાર કાઢવામાં આવ્યું હતું.

બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. રાજેશ મજેઠીયા, ડૉ. ફોરમ મોઢ, ડૉ. જીનલ, ડૉ. શૈલેષ, ડૉ. પાર્થ અને ડૉ. દીપિકા તેમજ એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.

દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતાં તેમને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી આઠ દિવસની લાંબી સારવારના અંતે રજા આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ સફળ સારવાર બદલ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સમગ્ર આરોગ્ય પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -