31.5 C
Ahmedabad
Friday, July 10, 2026

લોન લેનારાઓ માટે ચિંતાના સમાચાર: ડિસેમ્બર 2026થી રેપો રેટમાં 0.50% નો વધારો શક્ય


ભારતીય રિઝર્વ બેંક (RBI) હાલમાં આગામી કેટલાક સમય સુધી રેપો રેટ (Repo Rate) માં કોઈ ફેરફાર નહીં કરે. જોકે, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ‘BofA Securities’ નું માનવું છે કે ડિસેમ્બર 2026 થી RBI કુલ 50 બેસિસ પોઈન્ટ (0.50%) સુધી વ્યાજ દરો વધારી શકે છે. કારણ કે મોંઘવારીનું દબાણ હવે સ્થાનિક કારણોસર વધવાની આશંકા છે.

અહેવાલ મુજબ, પહેલાં જ્યાં અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હતો, ત્યાં હવે હવામાન અને ચોમાસા જેવા સ્થાનિક પરિબળો વધુ મહત્વના બની ગયા છે. આગામી સમયમાં RBI ની નાણાકીય નીતિ (Monetary Policy) નક્કી કરવામાં આ પરિબળો મોટી ભૂમિકા ભજવી શકે છે. BofA Securities એ ભારતનો નાણાકીય વર્ષ 2026-27 (FY27) નો જીડીપી (GDP) વૃદ્ધિ દરનો અંદાજ 6.5% થી વધારીને 6.9% કર્યો છે. અહેવાલ અનુસાર, દેશમાં વપરાશ (Consumption) અને રોકાણ (Investment) વધવાથી આર્થિક વિકાસને મજબૂતી મળવાની અપેક્ષા છે.

મોંઘવારી હાલ કાબૂમાં, પણ આગળ દબાણ વધી શકે છે

અહેવાલમાં FY27 માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારીનો અંદાજ 4.8% મૂકવામાં આવ્યો છે. જે અગાઉના અંદાજ કરતાં ઓછો છે. જોકે, અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે અને અલ નીનો (El Niño) ની અસર વધશે.તો નાણાકીય વર્ષના બીજા ભાગમાં ખાદ્ય મોંઘવારી વધી શકે છે. આની અસર ગ્રામીણ અર્થતંત્ર પર પણ પડી શકે છે.

આ કારણોથી મળી શકે છે રાહ

અહેવાલ અનુસાર, દેશમાં અનાજનો પૂરતો સ્ટોક, વૈશ્વિક કોમોડિટીના ભાવોમાં નરમાઈ અને વેપારની સારી સ્થિતિ મોંઘવારીના દબાણને અમુક અંશે ઓછું કરવામાં મદદ કરી શકે છે. તે જ સમયે, FY27 માં ક્રૂડ ઓઈલના ઓછા ભાવોને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) જીડીપીના 1.2% સુધી મર્યાદિત રહેવાનો અંદાજ છે. આ સાથે જ રાજકોષીય ખાધ (Fiscal Deficit) 4.5% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.

NBFC ને ફાયદો થશે, પરંતુ લોન મોંઘી થઈ શકે છે

અહેવાલમાં જણાવાયું છે કે, મજબૂત આર્થિક વાતાવરણથી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) ને ફાયદો થશે. ખાસ કરીને રિટેલ લોન, વ્હીકલ લોન અને MSME લોનની માંગ વધી શકે છે. જોકે, જો RBI વર્ષના અંતમાં વ્યાજ દર વધારે છે. તો બેંકો અને NBFC માટે ફંડ એકત્રિત કરવાનો ખર્ચ વધી શકે છે. આની અસર લોનના વ્યાજ દરો પર પણ પડી શકે છે. જેનાથી આગામી સમયમાં હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થઈ શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -