દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-2026’ અપાશે
ભારતની એકતા અને અખંડિતતાને વધુને વધુ પ્રોત્સાહન આપવાના તેમજ આ ક્ષેત્રે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકો કે સંસ્થાઓને સન્માનિત કરવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાપિત ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – 2026’ એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા દેશના કોઈ પણ નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો આગામી તા. 31 જુલાઈ, 2026 સુધીમાં માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in પર ઉપલબ્ધ નિયત નમૂનામાં નામાંકન કે ભલામણ મોકલી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મજયંતી એટલે કે તા. 31 ઓક્ટોબર, 2026 ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. રાજ્યના તમામ યોગ્ય અને પાત્રતા ધરાવતા નાગરિકો કે સંસ્થાઓ આ માટે સમયસર ઓનલાઈન નામાંકન કરે તે માટે ગૃહ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
- Advertisement -