જમીન પર પલાંઠી વાળીને જમવાના છે અદ્ભુત ફાયદા; ડાઇનિંગ ટેબલ છોડો અને આજથી જ શરૂ કરો આ હેલ્ધી આદત
આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ (Busy life) ના કારણે બહુ ઓછા લોકો પાસે સમય હોય છે કે તેઓ શાંતિથી બેસીને ભોજન કરે (Eat food). આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ખાવાનું પેક કરીને સાથે લઈ જાય છે અને જ્યારે સમય મળે ત્યારે ખાય છે. વળી, જ્યારે ઘરમાં હોય છે ત્યારે ડાઇનિંગ ટેબલ, સોફા કે પલંગ પર બેસીને જમે છે. પરંતુ, જ્યારે ખુરશી કે સોફા નહોતા ત્યારે લોકો આરામથી જમીન પર બેસીને જમતા હતા. જોકે, હવે લોકો ટીવી કે ફોન જોતા જોતા ડાઇનિંગ ટેબલ કે સોફા પર ખાવાનું પસંદ કરે છે.
પરંતુ, જમીન પર બેસીને જમવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો, નીચે ફ્લોર પર બેસીને ભોજન કરવાના ગજબના ફાયદાઓ-
વજન ઘટાડવામાં મદદ કરે છે જમીન પર વારંવાર બેસવા અને ઊભા થવાથી શરીરની મૂવમેન્ટ (ગતિ) વધે છે, સાથે જ તે તમને ઝડપથી પેટ ભરાઈ ગયું હોવાનો અહેસાસ કરાવવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે જમીન પર પલાંઠી વાળીને (પગ ક્રોસ કરીને) ખાવા બેસો, ત્યારે તમારી પીઠ સીધી રાખો. વજન ઓછું કરવા માંગતા લોકોએ રોજ આ પેટર્ન ફોલો કરવી જોઈએ. આ પોઝિશન તમારા મગજને શાંત કરવા માટે પણ ઉત્તમ છે અને જ્યારે તમે જમીન પર બેસીને ખાઓ છો ત્યારે તમે ઓવર-ઈટિંગ (વધુ પડતું ખાવા) થી બચી જાઓ છો. તે થાક અને શરીરની નબળાઈને ઓછી કરવામાં પણ મદદ કરે છે.
અપાચન (એસિડિટી) માં રાહત આપે છે જમીન પર પલાંઠી વાળીને બેસવું આપણી પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારી થાળી જમીન પર રાખો છો અને ખાવા માટે તમારા શરીરને થોડું આગળ નમાવો છો અને ફરી પાછા સીધા બેસો છો, ત્યારે પેટના સ્નાયુઓ એક્ટિવ (સક્રિય) થઈ જાય છે. આવું થવાથી પેટમાં પાચક એસિડનો સ્ત્રાવ વધે છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
બ્લડ સર્ક્યુલેશન (રુધિરાભિસરણ) વધારે છે જ્યારે તમે પલાંઠી વાળીને બેસો છો ત્યારે શરીરમાં બ્લડ ફ્લો (લોહીનો પ્રવાહ) વધે છે, કારણ કે તે નસોને શાંત કરે છે અને તેમાં રહેલા તણાવને ઘટાડે છે. આ હૃદયને પણ હેલ્ધી રાખે છે. કારણ કે જ્યારે આપણે જમીન પર બેઠા હોઈએ છીએ ત્યારે આપણા શરીર અને હૃદય પર દબાણ ઓછું થાય છે. સુખાસનમાં બેસવાથી લોહી આખા શરીરમાં સમાન રીતે વહે છે.
મન અને શરીરને મળે છે આરામ પદ્માસન અને સુખાસન ધ્યાન ધરવા માટેના સૌથી શ્રેષ્ઠ આસનો છે. આ આસનો મગજમાંથી તણાવ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. બ્રીધિંગ એક્સરસાઇઝ (શ્વાસોશ્વાસની કસરત) કરવા માટે પણ આ એક ઉત્તમ પોઝિશન છે. જેનાથી શરીરમાં ઓક્સિજનનો ફ્લો વધી જાય છે. આ તમારી કરોડરજ્જુને સીધી રાખે છે અને ખભાના સ્નાયુઓને આરામ આપે છે.
- Advertisement -
- Advertisement -