30.5 C
Ahmedabad
Friday, July 3, 2026

થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત: 11 વર્ષના બાળકે બૌદ્ધ ભિક્ષુઓ પર ટ્રક ચઢાવી દીધો; 9 ના મોત, 13 ઘાયલ


થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ગુરુવારે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીં એક 11 વર્ષનો સગીર છોકરો પિકઅપ ટ્રક ચલાવી રહ્યો હતો.જેણે તીર્થયાત્રા પર જઈ રહેલા બૌદ્ધ ભિક્ષુઓના આખા જૂથને કચડી નાખ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 9 ભિક્ષુઓના કરુણ મોત નીપજ્યા છે. આ તમામ ભિક્ષુઓ મુકદહન પ્રાંતના હતા અને કુલ 35 લોકો આ પદયાત્રામાં સામેલ હતા.

મુકદહનના ગવર્નર વોરયાન બૂનનારતે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, 5 ભિક્ષુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ સિવાય 13 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 3 ભિક્ષુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.

⏱️ પદયાત્રા શરૂ થયાની 30 મિનિટમાં જ કાળ ભેટી ગયો

આ બૌદ્ધ ભિક્ષુઓનું જૂથ અકસ્માતના માંડ 30 મિનિટ પહેલા જ ઉબોન રત્ચાથાની પ્રાંત સુધીની 260 કિલોમીટર લાંબી પદયાત્રા પર નીકળ્યું હતું.

સ્થાનિક બચાવ જૂથ ‘રુઆમ જાઈ મુકદહન રેસ્ક્યૂ એસોસિએશન’ દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, ભિક્ષુઓ રસ્તાની એક બાજુએ લાઈનબદ્ધ રીતે ચાલી રહ્યા હતા. ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલા પિકઅપ ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આબાદ બચેલા ભિક્ષુઓએ પોલીસને જણાવ્યું કે, તેમણે વાહનનું સંતુલન બગડતા જોયું હતું. જેના કારણે ટ્રક રસ્તા પરથી ઉતરીને સીધો તેમના જૂથ સાથે અથડાયો હતો.

🚔 આરોપી સગીર છોકરો પોલીસ કસ્ટડીમાં

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર 11 વર્ષનો છોકરો હાલ પોલીસ કસ્ટડીમાં છે. જો કે, આરોપી સગીર વયનો હોવાના કારણે કાયદાકીય નિયમો મુજબ બાળ સુરક્ષા અધિકારીઓ (ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર્સ)ની હાજરીમાં જ તેની પૂછપરછ કરવામાં આવશે.

હાલમાં પોલીસ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. પ્રારંભિક તપાસમાં ભિક્ષુઓના નિવેદન મુજબ વાહન રસ્તા પર અનિયંત્રિત થઈને લહેરાઈ રહ્યું હતું. જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -