39.4 C
Ahmedabad
Sunday, June 21, 2026

ઉંમર માત્ર એક આંકડો! રખિયાલના ૮૨ વર્ષીય શ્રી સોથાજી ચૌહાણની અદભુત સ્ફૂર્તિ, સર્વેશ્વર મહાદેવ અને રામજી મંદિરમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી


રખિયાલ, ૨૧ જૂન: આજે તારીખ 21 જૂન 2026, રવિવારના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દહેગામ તાલુકાના રખિયાલ ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને ઊર્જાસભર માહોલમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. ગામના પવિત્ર યાત્રાધામ એવા સર્વેશ્વર મહાદેવ અને રામજી મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ ગ્રામજનો મોટી સંખ્યામાં સામૂહિક યોગ સાધના માટે એકત્રિત થયા હતા.

આ વિશેષ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને પ્રેરણાસ્ત્રોત રખિયાલ ગામના નિવૃત્ત શિક્ષક રહ્યા હતા. ૮૨ વર્ષની ઉંમરે પણ શ્રી સોથાજી ચૌહાણ અદભુત સ્ફૂર્તિ અને વિલક્ષણ શારીરિક ફિટનેસ ધરાવે છે. આ જૈફ વયે પણ શ્રી સોથાજી ચૌહાણે ઉપસ્થિત સર્વે નાગરિકોને વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમના દ્વારા યોગનું મહત્વ સમજાવીને અત્યંત સરળ શૈલીમાં ગ્રામજનોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શ્રી રામજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે ઉપસ્થિત જનમેદનીને આ ૮૨ વર્ષીય વડીલના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અનુરોધ કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગામના અગ્રણી શ્રી ખેતાભાઇ સોની સહિત રખિયાલના વડીલો, યુવાનો અને માતા-બહેનોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ સક્રિય યોગ સાધના કરી હતી.

સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શિસ્તબદ્ધ માહોલમાં યોજાય તે માટે મંદિરના પૂજારી શ્રી જગદીશભાઈ દ્વારા બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. રખિયાલ ગામે ૮૨ વર્ષીય શ્રી સોથાજી ચૌહાણના માર્ગદર્શનમાં યોજાયેલા આ સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર પંથકમાં ‘કરો યોગ, રહો નિરોગ’નો એક અત્યંત સકારાત્મક અને પ્રેરણાદાયક સંદેશ વહેતો થયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -