31.1 C
Ahmedabad
Tuesday, June 16, 2026

સુશાંત સિંહ રાજપૂત કેસના અકબંધ રહસ્ય પર બનશે ફિલ્મ, ‘Sorry Babu’ ના ફર્સ્ટ લુકથી સોશિયલ મીડિયા ગરમાયું!


બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના વણઉકેલાયેલા રહસ્ય પર હવે એક સનસનાટીપૂર્ણ ફિલ્મ બનવા જઈ રહી છે. અભિનેતાના અવસાનને 6 વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ આ કેસ દેશનો સૌથી ચર્ચિત વિવાદ ગણાય છે. આ દરમિયાન મેકર્સે આ કેસ પર આધારિત આગામી ફિલ્મ ‘સોરી બાબુ’ (Sorry Babu) નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ ફિલ્મમાં સુશાંતના મોત પાછળના રહસ્યો અને ત્યારબાદ બોલિવૂડમાં સર્જાયેલા વિવાદોને મોટા પડદા પર લાવવામાં આવશે.

કૂપર હોસ્પિટલના એ રહસ્યો પરથી ઉઠશે પડદો

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ મુંબઈની કૂપર હોસ્પિટલ અને ત્યાં બોલાયેલો શબ્દ ‘સોરી બાબુ’ ભારે વિવાદોના કેન્દ્રમાં રહ્યો હતો. આ ફિલ્મનું ટાઇટલ પણ એ જ વિવાદ પરથી પ્રેરિત રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ કૂપર હોસ્પિટલના મોર્શ્યુરી (શબઘર) માં બનેલી એ ઘટનાઓ અને રહસ્યો પરથી પડદો ઉઠાવશે, જે અત્યાર સુધી દુનિયાની નજરથી છુપાયેલા રહ્યા છે.

“એક-એક કરીને બધાના ચહેરા સામે આવશે” – મેકર્સની ગર્જના

‘સોરી બાબુ’ ફિલ્મનું નિર્માણ ‘એસએસઆર ફિલ્મ્સ’ ના બેનર હેઠળ થઈ રહ્યું છે અને તેનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર દીપક ભાગવત કરી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા મેકર્સે કેપ્શનમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે:

“સત્ય ટૂંક સમયમાં જ સામે આવશે. એક એવી વાર્તા જે સવાલો ઉભા કરશે, સત્યની રેખાઓ દોરશે અને દરેક દર્શકને વિચારવા પર મજબૂર કરી દેશે. આ કેસમાં સામેલ એક પછી એક તમામ લોકોના અસલી ચહેરા દુનિયાની સામે આવી જશે.”

ફિલ્મની ખાસિયત: કેસનો અસલી ચશ્મદીદ ગવાહ જ ભજવશે મુખ્ય ભૂમિકા

આ ફિલ્મની સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે, તેમાં મુખ્ય ભૂમિકામાં સુજીત સિંહ રાઠોડ જોવા મળશે. સુજીત સિંહ રાઠોડ એ જ વ્યક્તિ છે જે સુશાંત સિંહ રાજપૂત કેસમાં કૂપર હોસ્પિટલના ઘટનાક્રમ દરમિયાન મુખ્ય ચશ્મદીદ ગવાહ (Eyewitness) તરીકે મીડિયા સામે આવ્યા હતા. હવે તેઓ પોતે જ આ ફિલ્મ દ્વારા સત્ય સામે લાવવાનો દાવો કરી રહ્યા છે. જો કે, ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે તે અંગે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -