35 C
Ahmedabad
Monday, June 1, 2026

ચાણક્ય નીતિ: આ 4 મંત્રો ગાંઠે બાંધી લો, મુશ્કેલીના સમયમાં પણ ક્યારેય ખાલી નહીં થાય તમારું બેંક બેલેન્સ!


આજકાલના આધુનિક યુગમાં લોકો પોતાની વાસ્તવિક જરૂરિયાતો પૂરી કરવા કરતાં અન્ય લોકોને અંજી દેવા અને સોશિયલ મીડિયા પર દેખાડો કરવા પાછળ અંધાધૂંધ ખર્ચ કરી રહ્યા છે. મોંઘા બ્રાન્ડેડ કપડાં, લક્ઝરી ચીજવસ્તુઓ અને ભપકાદાર લાઈફસ્ટાઈલને જ આજની પેઢી સફળતાનું માપદંડ માની બેઠી છે. પરંતુ મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યની નીતિ આ વિષય પર બિલકુલ અલગ અને સચોટ દ્રષ્ટિકોણ રજૂ કરે છે.

આચાર્ય ચાણક્યના મતે, ધન કમાવવું જેટલું મહત્વનું છે.એટલું જ તેને સાચવવું પણ જરૂરી છે. લક્ષ્મીજી એ જ વ્યક્તિ પાસે ટકે છે જે સમજદારીપૂર્વક અને મર્યાદામાં રહીને ખર્ચ કરે છે. ચાણક્ય નીતિ સ્પષ્ટ કરે છે કે, અમુક બિનજરૂરી જગ્યાઓ પર આડેધડ પૈસા વાપરવા એ જ આર્થિક પતનની શરૂઆત છે. ભવિષ્ય માટે નાણાંનું આયોજન કરનારા દરેક વ્યક્તિએ આ 4 પાયાની વાતો હંમેશાં યાદ રાખવી જોઈએ:

1. લોકલાજ અને સમાજનો ભય (લોકો શું કહેશે તેની ચિંતા)

મોટાભાગના લોકો સમાજમાં નાક રાખવા કે પ્રતિષ્ઠા બતાવવાના ચક્કરમાં પોતાની હેસિયત કરતાં વધુ ખર્ચ કરી બેસે છે. દીકરા-દીકરીના લગ્ન હોય કે સામાજિક પ્રસંગો, માત્ર દુનિયાને દેખાડવા માટે વ્યાજે નાણાં લાવીને કે લોન લઈને કરેલો મોજ-શોખ લાંબા ગાળે આખી જિંદગીનો આર્થિક બોજ બની જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, મુશ્કેલ સમયમાં આ સમાજ માત્ર મફતની સલાહ આપવા આવે છે. કોઈ મદદનો હાથ લંબાવવા નથી આવતું. તેથી, લોકોના વિચારોની ચિંતા છોડીને હંમેશાં પોતાના ખિસ્સાની ક્ષમતા જોઈને જ પગલાં ભરવા જોઈએ.

2. સસ્તી લોકપ્રિયતા અને વાહ-વાહી મેળવવાની ઘેલછા

માત્ર લોકોના મોઢેથી પોતાના વખાણ સાંભળવા માટે પૈસા પાણીની જેમ વહાવવા એ મૂર્ખામીનું લક્ષણ છે. ચાણક્ય નીતિ અનુસાર, જે વ્યક્તિ માત્ર ખોટી પ્રશંસા અને ચાપલૂસી સાંભળીને અહંકારમાં રાચે છે. તેનું પતન નિશ્ચિત છે. સમાજમાં તમારી સાચી ઓળખ, માન અને સ્વીકૃતિ તમારી સખત મહેનત, ઈમાનદારી અને વ્યવહારકુશળતાથી બને છે, નહીં કે ક્ષણિક દેખાડા કે નકામા ખર્ચથી.

3. દેખાદેખી અને ખોટા ભપકાથી અંતર

બીજાની બરાબરી કરવા માટે કે કોઈને નીચા બતાવવા માટે મોંઘી ગાડીઓ, ગેજેટ્સ કે બિનજરૂરી ચીજો ખરીદવી એ આર્થિક આત્મહત્યા સમાન છે. ઘણા લોકો સોસાયટીમાં કે સગા-સંબંધીઓમાં પોતાનો વટ પાડવા દેવું કરીને પણ લક્ઝરી પાછળ દોડે છે. યાદ રાખો, આવી ખોટી અને ઉછીની લીધેલી પ્રતિષ્ઠા લાંબો સમય ટકતી નથી. લોકો સામે ભલે તમારી પ્રશંસા કરે, પણ પીઠ પાછળ કોઈને કોઈ ફરક પડતો નથી. તેથી, દેખાડા પાછળ નાણાં વેડફવા કરતાં પોતાની આર્થિક સ્થિતિને અંદરથી મજબૂત બનાવવી વધુ ડહાપણભર્યું છે.

4. સ્વાર્થી અને મતલબી સંબંધો પાછળનો વ્યર્થ ખર્ચ

કેટલાક લોકો માત્ર આપણી પાસેથી આર્થિક કે અન્ય ફાયદા ઉઠાવવા માટે જ સંબંધોનો નાટક કરતા હોય છે. આવા લેભાગુ તત્વો, મિત્રો કે સંબંધીઓ પાછળ સમય અને પૈસા બગાડવા એ સદંતર નુકસાનનો સોદો છે. ચાણક્ય નીતિનું ચોખ્ખું કહેવું છે કે, સ્વાર્થી મિત્રો કટોકટીના સમયે સૌથી પહેલા સાથ છોડીને ભાગી જાય છે. તેથી, એવા લોકો પાછળ એક પણ રૂપિયો ન ખર્ચવો જોઈએ જે તમારી કદર નથી કરતા અથવા તમારી પીઠ પાછળ તમારી જ નિંદા કરે છે.

ઉજ્જવળ ભવિષ્યનું સચોટ ભાથું

આચાર્ય ચાણક્યના મતે, સમય અને સંજોગો જોઈને વિચારીને કરેલી બચત કે કંજૂસી એ કોઈ ગરીબી નથી. પરંતુ તે આવનારા ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યની મજબૂત તૈયારી છે. શરૂઆતમાં કદાચ તમારી આ સાદગી અને બચત જોઈને મિત્રો કે સોસાયટીના લોકો તમારી મજાક ઉડાવી શકે છે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યારે એ જ લોકો તમારી આર્થિક સધ્ધરતા જોઈને તમારી સફળતાનું રહસ્ય પૂછતા તમારી પાસે આવશે.

ડિસ્ક્લેમર (Disclaimer): અહીં પ્રસ્તુત કરવામાં આવેલી વિગતો ધાર્મિક આસ્થાઓ, પરંપરાગત માન્યતાઓ અને લોકશ્રુતિઓ પર આધારિત છે. આ માહિતી માત્ર વાચકોની જનજાગૃતિ અને રસને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવી છે. આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -