દૂબળાપણાથી છો પરેશાન? ડાયટમાં સામેલ કરો આ 9 વસ્તુઓ, ઝડપથી વધશે વજન

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે, પરંતુ બીજી તરફ કેટલાક લોકો પોતાના દૂબળા-પાતળા શરીરના કારણે ચિંતિત રહે છે. તેઓ ગમે તેટલું સારું ખાય, તો પણ તેમના શરીરને લાગતું નથી. ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ પાતળા હોવું એ અસ્વસ્થ હોવાની નિશાની પણ હોઈ શકે છે.
જે લોકો કોઈ બીમારી કે પોષણની ખામીના કારણે પાતળા હોય છે, તેમની રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી હોય છે અને તેઓ જલ્દી બીમાર પડી જાય છે. આ ઉપરાંત, પાતળાપણાના કારણે ઘણીવાર પર્સનાલિટી અને કપડાંના ફિટિંગને લઈને પણ લોકો શરમ અનુભવતા હોય છે. જો તમે પણ હેલ્ધી રીતે વજન વધારવા (Weight Gain) માંગો છો. તો આ 9 ઘરેલું ઉપાયો તમને ખૂબ મદદરૂપ સાબિત થશે.
૧. દૂધ-દલિયા અને ઓટ્સ (Milk and Oats)
દૂધ-દલિયા કે દૂધ-ઓટ્સ વજન વધારવા માટેનો એક ઉત્તમ નાસ્તો છે. આ માટે તમે ‘ફૂલ ફેટ મિલ્ક’ (મલાઈવાળા દૂધ) નો ઉપયોગ કરો. રોજ સવારે નાસ્તામાં આનું સેવન કરવાથી શરીરમાં કેલરી અને પોષણનું પ્રમાણ વધે છે, જેથી વજન ઝડપથી વધે છે.
૨. કેળું (Banana)
વજન વધારવા માટે કેળાને ડાયટનો અનિવાર્ય હિસ્સો બનાવો. કેળું પૌષ્ટિક ગુણો અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. હેલ્ધી રીતે જાડા થવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૩ થી ૪ કેળા દૂધ અથવા દહીં સાથે ખાઓ.
૩. પીનટ બટર (Peanut Butter)
પીનટ બટર વજન વધારવા માટે એક સુપરફૂડ અને હેલ્ધી ઓપ્શન છે. જે લોકો જીમમાં કસરત કરે છે.તેમને ટ્રેનર્સ ખાસ પીનટ બટર ખાવાની સલાહ આપે છે. તે ગુડ ફેટ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે મસલ્સ ગેઇન (સ્નાયુઓ વધારવા) માં મદદ કરે છે.
૪. દૂધ અને મધ (Milk and Honey)
જો તમારે વજન વધારવું હોય તો રોજ રાત્રે સૂતા પહેલા અથવા સવારે નાસ્તામાં દૂધ સાથે મધ મિક્સ કરીને પીવો. આ કોમ્બિનેશનથી પાચનક્રિયા સુધરે છે અને શરીરનો વિકાસ ઝડપથી થાય છે.
૫. બદામ, ખજૂર અને અંજીર (Dry Fruits)
ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી કેલરીનો મોટો સ્ત્રોત છે. વજન વધારવા માટે ૩-૪ બદામ, ખજૂર અને અંજીરને દૂધમાં નાખીને બરાબર ઉકાળી લો. રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન વધવા લાગે છે.
૬. સોયાબીન અને ફણગાવેલા અનાજ (Soybean & Sprouts)
સવારના નાસ્તામાં સોયાબીન અને ફણગાવેલા અનાજ ખાવાનું શરૂ કરો. સોયાબીનમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને યોગ્ય આકાર આપે છે.
૭. ગાજર અને સફરજન (Apple and Carrot)
સફરજન અને ગાજરને સરખા ભાગે લઈને છીણી લો. આ મિશ્રણને રોજ બપોરના ભોજન (Lunch) પછી ખાવાની આદત પાડો. થોડા જ અઠવાડિયામાં તમને તમારા વજનમાં સારો તફાવત જોવા મળશે.
૮. કિસમિસ (Raisins)
કિસમિસ પણ વજન વધારવામાં ખૂબ મદદગાર છે. ૧૦ ગ્રામ જેટલી કિસમિસને દૂધમાં પલાળી રાખો. રાત્રે સૂતા પહેલા આ દૂધને ઉકાળીને પી લો અને કિસમિસ ચાવીને ખાઈ જાઓ.
૯. બીન્સ (Beans)
પોતાના રોજિંદા ભોજનમાં બીન્સ (જેમ કે ફણસી, ચોળી, રાજમા વગેરે) ચોક્કસ સામેલ કરો. બીન્સમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હેલ્ધી રીતે વજન વધારવામાં મદદ કરે છે. તમે તેને શાક કે સલાડના રૂપમાં ખાઈ શકો છો.
મહત્વની નોંધ: ઉપરોક્ત આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. વજન ન વધવા પાછળ કોઈ મેડિકલ કારણ પણ હોઈ શકે છે. તેથી કોઈ પણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા ડૉક્ટર અથવા સર્ટિફાઈડ ડાયેટિશિયનની સલાહ જરૂર લો.
- Advertisement -
- Advertisement -