33 C
Ahmedabad
Wednesday, May 13, 2026

ઈરાન બનશે ‘કબ્રસ્તાન’? ટ્રમ્પ અને નેતન્યાહુનો અત્યંત ગુપ્ત અને વિનાશક માસ્ટર પ્લાન


અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે તેના ઈતિહાસના સૌથી ભયાનક વળાંક પર આવી ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે અને એવું લાગી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોઈ પણ સમજૂતીના મૂડમાં નથી. ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દઈને ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે ‘વાતચીત નહીં, પણ સીધી કાર્યવાહી’ થશે.

નેતન્યાહુ સાથે મહામંથન: ગ્રાઉન્ડ ઓપરેશનની બ્લુ પ્રિન્ટ તૈયાર

તાજેતરના અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર લાંબી ચર્ચા કરી છે. આ ચર્ચાનો મુખ્ય મુદ્દો ઈરાનની ધરતી પર ‘ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન’ શરૂ કરવાનો છે.

  • મુખ્ય લક્ષ્ય: ઈરાનના પરમાણુ મથકો પર સીધો કબજો કરવો.

  • ઉદ્દેશ્ય: ત્યાં સંગ્રહિત કરાયેલ અંદાજે 440 કિલો સંવર્ધિત યુરેનિયમ જપ્ત કરવું, જેથી ઈરાન ક્યારેય પરમાણુ બોમ્બ ન બનાવી શકે.

પહાડોની નીચે છુપાયેલા પરમાણુ કેન્દ્રો: એક મોટો પડકાર

અમેરિકા માટે આ મિશન ‘લોઢાના ચણા ચાવવા’ સમાન છે. ઈરાનના નતાન્ઝ અને ફોર્દો જેવા ન્યુક્લિયર પ્લાન્ટ્સ પહાડોની ઊંડાણમાં મજબૂત કોંક્રિટના સ્તરો નીચે સુરક્ષિત છે. ત્યાં પહોંચવા માટે અમેરિકી કમાન્ડોએ ઈરાની સેનાના અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમનો સામનો કરવો પડશે. આ ઓપરેશન સૈન્ય ઈતિહાસનું સૌથી જટિલ અને જોખમી ઓપરેશન સાબિત થઈ શકે છે.

અંતરિક્ષથી દેખરેખ: હાઈ-ટેક વોરફેરનો ઉપયોગ

ટ્રમ્પ પ્રશાસન આ મિશન માટે માત્ર સૈનિકો પર જ નિર્ભર નથી. પરંતુ ‘સ્પેશિયલ સ્પેસ ટીમ’ અને સેટેલાઈટ્સ દ્વારા ઈરાનની પળેપળની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

  1. ચોકસાઈ: ઈરાની સેનાના વળતા પ્રહારને ખાળવા માટે રિયલ-ટાઈમ ડેટાનો ઉપયોગ.

  2. લોજિસ્ટિક્સ: અગાઉના હુમલાઓના કાટમાળને હટાવવા માટે વિશાળ ક્રેન્સને એરલિફ્ટ કરીને પરમાણુ મથકો સુધી પહોંચાડવાની યોજના.

  3. પરિવહન: જપ્ત કરેલા યુરેનિયમને ખાસ લીડ-લાઈન્ડ સુરક્ષિત કન્ટેનરોમાં ભરીને અમેરિકા લઈ જવું.

શું ઈરાન તબાહ થઈ જશે?

અમેરિકી વ્યૂહરચનાકારોને ડર છે કે જો ઓપરેશનમાં સહેજ પણ મોડું થશે તો ઈરાન પોતાનું યુરેનિયમ ગુપ્ત સ્થાને ખસેડી શકે છે. આથી, જો ઈરાન તરફથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાશે, તો અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનના તમામ સૈન્ય ઠેકાણાઓને પલકવારમાં તબાહ કરવાનું શરૂ કરી દેશે.જો આ પ્લાન અમલમાં આવશે. તો મધ્ય પૂર્વનો નકશો કાયમ માટે બદલાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પનો આ ‘કડક વલણ’ ઈરાનને ઘૂંટણિયે લાવશે કે પછી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -