નેપાળ: કાઠમંડુ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનના ટાયરમાં ભીષણ આગ, 289 મુસાફરોનો આબાદ બચાવ

નેપાળની રાજધાની કાઠમંડુના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. ઈસ્તંબુલથી આવી રહેલા ટર્કિશ એરલાઈન્સના વિમાનનું જ્યારે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહ્યું હતું.ત્યારે અચાનક તેના ટાયરમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી અને વિમાનમાં સવાર 289 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
ઘટનાની વિગતવાર માહિતી
ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ TK 726 ઈસ્તંબુલથી કાઠમંડુ ઉતરાણ કરી રહી હતી. લેન્ડિંગ દરમિયાન ઘર્ષણ અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે ટાયરમાં આગ લાગી હતી. સદનસીબે, એરપોર્ટ પર તૈનાત ફાયર ફાઈટરોએ તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
તમામ મુસાફરો સુરક્ષિત
આ વિમાનમાં કુલ ૨૭૮ મુસાફરો અને ૧૧ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી કેટલાક મુસાફરો સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અધિકારીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ સુરક્ષા વિભાગના એસપી રાજકુમાર સિલાવાલે જણાવ્યું હતું કે, “તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી.”
મુખ્ય મુદ્દાઓ:
-
સ્થળ: ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ, કાઠમંડુ.
-
ફ્લાઈટ: ટર્કિશ એરલાઈન્સ (TK 726).
-
કુલ સવાર: ૨૮૯ વ્યક્તિઓ (૨૭૮ પ્રવાસી + ૧૧ ક્રૂ).
-
બચાવ કામગીરી: ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાયું.
- Advertisement -
- Advertisement -