દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓઓએ રચ્યો શ્રેષ્ઠતાનો નવો ઇતિહાસ: 99.4% સર્વશ્રેષ્ઠ, 118 વિદ્યાર્થી 90%થી ઉપર



દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર એ સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના પરિણામોમાં આ વર્ષે ફરી એકવાર શૈક્ષણિક ઉત્તમતા અને ગુણવત્તાનો ઉચ્ચ માપદંડ સ્થાપ્યો છે. શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 85.78% અને મુખ્ય પાંચ વિષયોમાં 81.26% નો સરેરાશ નોંધાવી શાળાએ સાતત્યપૂર્ણ શ્રેષ્ઠ પ્રદર્શનની મજબૂત છાપ ઊભી કરી છે. વિદ્યાર્થીઓના તેજસ્વી પ્રદર્શનમાં ગ્રેસી પટેલે 99.4% (Best 5 Subjects) સાથે સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે.જ્યારે વિધાત્રા પટેલે 98.6% (Main 5 Subjects) સાથે અગ્રસ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
ઉલ્લેખનીય છે કે કુલ 118 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતાનો દ્રઢ દાખલો પૂરું પાડ્યો છે, જે શાળાના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની અસરકારકતા દર્શાવે છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોનું પ્રતિબદ્ધ માર્ગદર્શન અને માતા-પિતાનો વિશ્વાસપૂર્ણ સહકાર મુખ્ય આધાર રહ્યા છે. શાળા સંચાલન વિદ્યાર્થીઓની આ અદ્ભુત સફળતા બદલ તેઓને અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન પાઠવે છે અને શિક્ષકોના માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવે છે.
- Advertisement -
- Advertisement -