32 C
Ahmedabad
Saturday, April 18, 2026

શેરબજારમાં 3 દિવસની તેજી બાદ મોટો કડાકો: સેન્સેક્સ-નિફ્ટી 1% ગબડ્યા, રોકાણકારોમાં ફફડાટ


છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળેલી હરિયાળી પર આજે ગ્રહણ લાગ્યું છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી જે ગઈકાલે 23,000ના જાદુઈ આંકડાની નજીક પહોંચી ગયો હતો, તે આજે ભારે દબાણમાં જોવા મળી રહ્યો છે. માત્ર મોટા શેર જ નહીં, પણ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 1-1% નીચે ટ્રેડ કરી રહ્યા છે. આ સ્થિતિ બજારમાં ચોતરફ વેચવાલીનો સંકેત આપે છે.

આ પણ વાંચો:

મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી અસર તમારા રસોડા પર: સાબુ, તેલ અને બિસ્કિટ સહિતની અનેક વસ્તુઓ થશે મોંઘી!

બજારની તાજી સ્થિતિ (Open Market)

  • સેન્સેક્સ (Sensex): 1.05% ઘટીને 73,326.61 પર ખુલ્યો.

  • નિફ્ટી (Nifty): 0.9% ના ઘટાડા સાથે 22,771.75 ના સ્તરે આવી ગયો.

બજારમાં અચાનક ઘટાડાના 3 મુખ્ય કારણો

1. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અપાયેલી તાજી ધમકી બાદ કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.ભારત તેલની આયાત પર નિર્ભર હોવાથી તેલ મોંઘું થતા દેશમાં મોંઘવારી વધવાનો અને અર્થતંત્ર પર દબાણ આવવાનો ભય ઉભો થયો છે.

2. વિદેશી રોકાણકારો (FII) ની ભારે વેચવાલી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર 6 એપ્રિલના રોજ વિદેશી રોકાણકારોએ ₹8,167 કરોડના શેર વેચી નાખ્યા હતા.જોકે ઘરેલું રોકાણકારો (DII) ખરીદી કરીને બજારને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ વિદેશી રોકાણકારોની વેચવાલી અત્યારે ભારે પડી રહી છે.

3. ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં ગાબડું આજે સૌથી વધુ અસર એવા સેક્ટરો પર પડી છે જે તેલની કિંમતો અને વ્યાજ દરો સાથે સીધી રીતે જોડાયેલા છે.નિફ્ટી ઓટો ઈન્ડેક્સ અંદાજે 1.5% તૂટ્યો છે. આ ઉપરાંત બેન્કિંગ અને FMCG ઈન્ડેક્સમાં પણ 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

IT સેક્ટરે ટકી રહેવા કર્યો પ્રયાસ

આખા બજારમાં લાલ નિશાન હોવા છતાં આઈટી (IT) શેરોએ થોડી હિંમત બતાવી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ માત્ર 0.6% જ નીચે પડ્યો છે. જે અન્ય સેક્ટરોની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં છે.

સૌજન્ય: ક્રિશ્ના લેબોરેટરી – વિશ્વાસ અને સચોટ નિદાનનું સરનામું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -