34 C
Ahmedabad
Tuesday, April 21, 2026

બનાસ સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષ જૂની ગાંઠ દૂર કરી 60 વર્ષીય મહિલાને નવું જીવનદાન આપ્યું..


દાંતીવાડા તાલુકાના રતનપુર ગામના 60 વર્ષીય કાંન્તાબેન છેલ્લા લાંબા સમયથી ગળાના ભાગે મોટી ગાંઠ હોવાને કારણે ખોરાક તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. જેના લીધે દુખાવો થતો હતો.દર્દીના મોટા પુત્ર પારજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા અંદાજે 20 વર્ષથી વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાઈ હતી. છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સારવાર અસરકારક સાબિત ન થતાં પરિવારે જણાવ્યું હતું કે, તેમનો ખર્ચ જાણે પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જો કે,ગત તા.17 માર્ચ 2026ના રોજ પોતાના ઘરનું કામકાજ  કરી રહ્યા હતા તે દરમિયાન વજનદાર અનાજનું કટ્ટ પોતાના માથે પડતા નીચે પટકાયા હતા.તે સમયે પરિવારજનોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી..પરંતુ બીજા દિવસે વહેલી સવારે મોઢા, છાતી અને ગળાના ભાગે અચાનક ભારે સોજો જોવા મળતા પરિવાર ભયભીત બની ગયો હતો.

ત્યારબાદ દર્દીને તાત્કાલિક પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા.ફરજ પરના તબીબોએ દર્દીના જૂના રિપોર્ટ્સ ચકાસ્યા બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તરત જ દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

બીજા દિવસે દર્દીના એક્સ-રે, સીટીસ્કેન, એમઆરઆઈ તેમજ લોહીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસના અંતે ગળાના ભાગે મોટી દોઠ  કિલ્લોની ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ લગભગ 10 દિવસ સુધી સોજો ઓછો કરવા માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી હતી.

સોજો ઓછો થતા તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થતાં પરિવારજનોએ સંમતિ આપી હતી.સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ.કલ્પેશભાઈ પટેલ, ડૉ. સાર્થક, ડૉ.રેખા, ડૉ. ઋષિ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ.દીપક મંગલ સહિતની ટીમ દ્વારા આશરે બે કલાકની ભારે જહેમત બાદ ગળાના ભાગે આવેલી અંદાજે દોઢ કિલો વજન અને 25 સેન્ટીમીટર સાઇઝની મોટી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.

આ સફળ ઓપરેશન બાદ દર્દીના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને તેમણે બનાસ સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.અંદાજે વીસ વર્ષ જૂની ગાંઠ દૂર થતા દર્દીને નવું જીવનદાન મળ્યું છે. અગાઉ ખોરાક અને શ્વાસ લેવામાં થતી ભારે તકલીફ તથા ગળાના સોજાના કારણે થતા અસહ્ય દુખાવાથી પણ દર્દીને હવે રાહત મળી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -