એપ્સટિન ફાઇલ્સનો વિસ્ફોટ: ટ્રમ્પ, મસ્ક અને ઇવાન્કા સહિત વિશ્વના અનેક દિગ્ગજોના નામ ખુલતા હડકંપ
વોશિંગ્ટન: અમેરિકાના કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપ્સટિન સાથે જોડાયેલા લાખો ગુપ્ત દસ્તાવેજોની અંતિમ યાદી જાહેર થતા જ વિશ્વભરના રાજકારણ અને કોર્પોરેટ જગતમાં ભૂકંપ આવી ગયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ ‘એપ્સટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ 2025’ અંતર્ગત આ સંવેદનશીલ વિગતો બહાર પાડી છે.
આ નવીનતમ બેચમાં માત્ર નામો જ નહીં, પરંતુ ગંભીર પુરાવાઓ હોવાનો દાવો કરાયો છે:
30 લાખથી વધુ દસ્તાવેજી પાના.
1.80 લાખ ગુપ્ત ફોટોગ્રાફ્સ.
2,000 થી વધુ વીડિયો ક્લિપ્સ.
આ દસ્તાવેજો સગીર વયની બાળકીઓના જાતીય શોષણ અને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના ભયાનક નેટવર્કનો ખુલાસો કરે છે.
યાદીમાં સામેલ મુખ્ય હસ્તીઓ અને લાગેલા આરોપો:
ડોનાલ્ડ ટ્રમ્પ (પૂર્વ રાષ્ટ્રપતિ, અમેરિકા): ફાઇલ્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે અત્યંત ગંભીર આરોપો છે. અહેવાલ મુજબ, એક મહિલાએ દાવો કર્યો છે કે 25 વર્ષ પહેલા જ્યારે તે માત્ર 13-14 વર્ષની હતી, ત્યારે ન્યૂજર્સીમાં ટ્રમ્પ દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.એલોન મસ્ક (CEO, ટેસ્લા અને X): વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું નામ પણ આ યાદીમાં ઉછળ્યું છે. દસ્તાવેજોમાં એપ્સટિનના ખાનગી ટાપુ (Little St. James) પર તેમની સંભવિત મુલાકાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનર: ટ્રમ્પની પુત્રી ઇવાન્કાનું નામ એક ઇમેઇલના વિષયમાં જોવા મળ્યું છે, જે જાણીતી લેખિકા વિકી વોર્ડના પુસ્તકની તૈયારીઓ અને જેફરી એપ્સટિન સાથેના સંપર્કો સાથે જોડાયેલ હોવાનું મનાય છે.બિલ ગેટ્સ (સ્થાપક, માઇક્રોસોફ્ટ): બિલ ગેટ્સ સામે આ ફાઇલોમાં અનેક ચોંકાવનારા દાવાઓ છે, જેમાં રશિયન યુવતીઓ સાથેના સંપર્ક અને અન્ય આરોપોનો સમાવેશ થાય છે.
આ યાદીમાં રાજકારણથી લઈને વિજ્ઞાન જગત સુધીના નામો છે:
શાહી પરિવાર: બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ અને સારાહ ફર્ગ્યુસન.
મનોરંજન જગત: માઈકલ જેક્સન, મિક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ અને વુડી એલન.
બૌદ્ધિકો અને ઉદ્યોગપતિઓ: સ્ટીફન હોકિંગ, નોઆમ ચોમ્સ્કી, રિચાર્ડ બ્રેન્સન અને પીટર થિએલ.
રાજકારણીઓ: એહુદ બરાક (પૂર્વ પીએમ, ઈઝરાયેલ) અને બિલ રિચાર્ડસન.
- Advertisement -
- Advertisement -