27 C
Ahmedabad
Saturday, April 18, 2026

વર્લ્ડ કપમાં ભારતનો ‘વિજય ટંકાર’: પાકિસ્તાનને પછાડીને ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં


આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સુપર સિક્સ મેચમાં ભારતીય યુવા બ્રિગેડે કટ્ટર હરીફ પાકિસ્તાનને ધૂળ ચટાડી છે.દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતે પાકિસ્તાનને 58 રનથી હરાવીને ગૌરવભેર સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.આ જીત માત્ર સ્કોરબોર્ડ પર જ નહીં, પરંતુ રમતની રણનીતિમાં પણ ભારતનું વર્ચસ્વ સાબિત કરનારી રહી.

ભારતનો પડકારજનક સ્કોર

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય અંડર-19 ટીમે નિર્ધારિત ઓવરોમાં 252 રન બનાવ્યા હતા.પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચવા અને પોતાનો નેટ રન રેટ સુધારવા માટે આ લક્ષ્યાંક માત્ર 33.3 ઓવરમાં હાંસલ કરવાની જરૂર હતી.જોકે, ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે પાકિસ્તાની બેટરો લાચાર દેખાયા હતા.ભારતની આ જીતનો મુખ્ય સૂત્રધાર ઓલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ રહ્યો.તેણે બેટ અને બોલ બંને વડે પાકિસ્તાની ટીમને હંફાવી દીધી..નીચલા ક્રમે આવીને માત્ર 29 બોલમાં ઝંઝાવાતી 35 રન ફટકાર્યા.કનિષ્ક અને ખિલન પટેલે (21*) આઠમી વિકેટ માટે માત્ર 5.1 ઓવરમાં 50 રન જોડીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું..જયારે પોતાની 10 ઓવરમાં માત્ર 30 રન આપીને પાકિસ્તાનના રન રેટ પર લગામ લગાવી દીધી..253 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ દબાણ હેઠળ દેખાઈ હતી. પીચ સ્પિનરોને મદદ કરી રહી હતી ત્યારે ભારતીય સ્પિન એટેકે પાકિસ્તાનની કમર તોડી નાખી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -