ભારત-ચીન યુદ્ધ માટે 600 કિલોગ્રામ સોનું દાન કરનાર રાણીનું અવસાન,મિલકત માટે કૌટુંબિક ઝઘડા વચ્ચે અંતિમ સંસ્કાર
બિહારના દરભંગા રાજવંશના છેલ્લા વારસદાર કામસુંદરી દેવી જેમણે ભારત સરકારની વિનંતીને માન આપીને પોતાનો ખજાનો ખોલ્યો હતો…અને ભારત-ચીન યુદ્ધ દરમિયાન સરકારને આશરે 600 કિલોગ્રામ સોનું દાન કર્યું હતુ..જોકે, પારિવારિક વિવાદને કારણે અંતિમ યાત્રા પહેલા તેમના મહેલમાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો પણ થયો હતો..
દરભંગા મહારાજા કામેશ્વર સિંહની ત્રીજી અને અંતિમ પત્ની મહારાણી કામસુંદરી દેવીના અંતિમ સંસ્કાર આજે દરભંગા શાહી સંકુલના મધેશ્વર આંગણામાં સંપૂર્ણ હિન્દુ વિધિ સાથે કરવામાં આવ્યા હતા.બિહાર સરકાર દ્વારા તેમને રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું..તેમના પૌત્ર રત્નેશ્વર સિંહે અંતિમ ચિતા પ્રગટાવી હતી.બિહાર સરકારના મંત્રી દિલીપ જયસ્વાલે પણ મધેશ્વર આંગણાની મુલાકાત લીધી હતી અને રાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.દરભંગા રાજવી પરિવારે પોતાની અંગત સંપત્તિમાંથી અનેક રસ્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ બનાવી હતી.
કૌટુંબિક ઝઘડા વચ્ચે અંતિમ સંસ્કાર
જોકે, અંતિમયાત્રા પહેલા રાણીના નિવાસસ્થાનનું વાતાવરણ તંગ બની ગયું હતું. કૌટુંબિક વિવાદ શારીરિક હિંસા સુધી વધી ગયો. પોલીસની હાજરીમાં, બંને પક્ષો વચ્ચે દલીલો અને ઝપાઝપી જોવા મળી. ઝઘડાનું કારણ મિલકત અને વારસાનો વિવાદ હોવાનું કહેવાય છે.પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી અને બંને પક્ષોને અલગ કર્યા…હિંસાએ સમગ્ર શહેરમાં વ્યાપક ચર્ચા જગાવી છે.. પરંતુ રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય પણ વિવાદમાં ફસાઈ ગયા છે.
- Advertisement -
- Advertisement -