29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

ઠંડીમાં વધારો: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ.. હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં રેડ એલર્ટ


હિમાલયના ઊંચા શિખરો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોએ ઉત્તર ભારતમાં ભારે ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે આવી ગયું છે.સોમવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.. જ્યારે ગુરુગ્રામમાં પારો 0.6 ડિગ્રી સુધી ઘટી ગયો છે.ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાલય પ્રદેશમાંથી આવતા ઠંડા ઉત્તરીય પવનો અને પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું છે..પવનની ગતિ ઓછી હોવાથી અને ભેજમાં વધારો થવાને કારણે ગાઢ ધુમ્મસ ફેલાયું છે..દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં દૃશ્યતા માઈનસ 50 મીટર સુધી ઘટી ગઈ છે.. જેના કારણે સવારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

તાપમાન કેટલું ઘટ્યું, સૌથી ઠંડી ક્યાં ?

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં મોસમની સૌથી ઠંડી રાત નોંધાઈ. હિમાચલ પ્રદેશના કુકુમસેરીમાં તાપમાન શૂન્યથી-10.8 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું. લદ્દાખના ન્યોમામાં -19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજસ્થાનના ફતેહપુરમાં પારો 0.4 ડિગ્રી સુધી ગગડી ગયો. ઉત્તરપ્રદેશમાં બરેલી સૌથી ઠંડુ સ્થળ હતું. જ્યાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું.

 પંજાબ, હરિયાણા અને દિલ્હી માટે રેડ એલર્ટ

આગામી બેથી ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની ચેતવણી

ધુમ્મસ અને શીત લહેરથી રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -