27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ત્રિપુરાના ઉનાકોટીમાં કોમી હિંસા..10 લોકોની ધરપકડ..ઇન્ટરનેટ બંધ..


ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં કોમી અથડામણના સંદર્ભમાં પોલીસે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી..પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક મંદિર માટે દાન એકત્ર કરવાને લઈને કુમારઘાટ સબડિવિઝનના સૈદરપાર વિસ્તારમાં શનિવારે હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે અને કોઈ નવી હિંસાની જાણ થઈ નથી.

અર્ધલશ્કરી દળો સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કર્યુ..ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં છે. ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.અથડામણમાં ચાર પોલીસકર્મી અને છ નાગરિકો ઘાયલ થયા.કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બિરાજિત સિંહાએ આરોપ લગાવ્યો કે તેમને હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા હતા.વિપક્ષના નેતા જિતેન્દ્ર ચૌધરીએ સરકાર પર લઘુમતી સમુદાયના જાન અને સંપત્તિનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.રાજ્ય ભાજપ પ્રમુખ રાજીવ ભટ્ટાચાર્યએ હિંસાની નિંદા કરી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા બદલ પોલીસની પ્રશંસા કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -