ગાંધીનગર જિલ્લામાં કોંગો ફિવરનો કેસ સામે આવ્યો..તંત્ર એલર્ટ
ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવે છે..જેના કારણે પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે..ગાંધીનગરના પીંડારડા ગામમાં કોન્ગો ફીવરનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે..આ કેસના દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે…પીંડારડા ગામમાં દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પીંડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો મોકલવામાં આવી છે..
મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટાભાગના કોંગો ફીવરના કેસોમાં પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાની શક્યતા રહે છે…
- Advertisement -
- Advertisement -