22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

WPL 2026: મહિલા પ્રીમિયર લીગ આવતીકાલથી શરૂ થશે


ભારતની પ્રીમિયર મહિલા T20 લીગ (WPL) 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી નવી મુંબઈ અને બરોડામાં રમાશે.ચાર અઠવાડિયાના હાઇ-વોલ્ટેજ ક્રિકેટમાં 22 મેચો રમાશે.મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પાસે ટાઇટલ જીતવાનો અનુભવ છે.જ્યારે દિલ્હી કેપિટલ્સ દર વખતે ફાઇનલમાં પહોંચી પરંતુ નિષ્ફળ ગઇ છે.UP વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ હજુ પણ ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે.

આ સીઝન પાછલી ત્રણ આવૃત્તિઓ કરતાં અલગ હશે.ભારતીય ટીમની સફળતા બાદ દર્શકોનો ઉત્સાહ, સ્ટેડિયમમાં વાતાવરણ અને ખેલાડીઓની લોકપ્રિયતા નવા સ્તરે પહોંચી ગઈ છે..હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને શેફાલી વર્મા હવે ફક્ત ચહેરાઓ નહીં..પરંતુ રાષ્ટ્રીય પ્રતિષ્ઠા સાથે પ્રવેશ કરશે.

આ વખતે ભારતીય મહિલા ખેલાડીઓ દબાણ હેઠળ નહીં.પરંતુ સફળતાના આત્મવિશ્વાસ સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે..તેઓ વિશ્વ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે અને અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે તેમના તમામ પ્રયત્નો કરતી જોવા મળશે.જેમ 2007ના T20 વર્લ્ડ કપ વિજય પછી IPL એ ભારતીય પુરુષ ક્રિકેટરોનું નસીબ બદલી નાખ્યું.. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બન્યા બાદ આ લીગ હવે ખેલાડીઓની સફળતામાં વધારો કરતી જોવા મળશે.

બપોરના મેચો ભારતીય સમયાનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે..જ્યારે રાતની મેચો ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.ટોસ અડધો કલાક વહેલો થશે..એટલે કે બપોરે ૩:૩૦ વાગ્યે રમાનારી મેચ માટે ટોસ 3 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે રમાનારી મેચ માટે સાંજે 7 વાગ્યે થશે.

મહિલા પ્રીમિયર લીગ 2026 ના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે.મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ JIO HOTSTAR  એપ પર પણ ઉપલબ્ધ થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -