તમે 4 નહીં, 8 બાળકો પેદા કરો.તમને કોણ રોકી રહ્યું છે?” અસદુદ્દીન ઓવૈસીનું નવનીત રાણા પર નિશાન
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના નેતા નવનીત રાણાના એક નિવેદન પર નિશાન સાધ્યું.રાણાએ કહ્યું કે, દેશની વસ્તી વિષયક રચનાને પાકિસ્તાન જેવી બનતી અટકાવવા માટે તેમને ચાર બાળકો હોવા જોઈએ.રાણાનું નામ લીધા વિના ઓવૈસીએ કહ્યું, “મારો છ બાળકો છે.. અને તમારે ચાર નહીં, આઠ હોવા જોઈએ.તમને કોણ રોકી રહ્યું છે?”
મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું, “મારા છ બાળકો છે.. અને મારી દાઢી સફેદ થઈ રહી છે.કોઈએ કહ્યું કે તમારે ચાર બાળકો હોવા જોઈએ..ફક્ત ચાર જ કેમ? આઠ હોવા જોઇએ..તમને કોણ રોકી રહ્યું છે?”
મોહન ભાગવત અને ચંદ્રબાબુ નાયડુના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો
રેલીમાં અસદુદ્દીન ઓવૈસીએ RSS વડા મોહન ભાગવત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો..TDP ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો ભાગ છે. અને ચંદ્રબાબુ નાયડુએ વધુ બાળકો પેદા કરવા અંગે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું, “કોઈએ નિવેદન આપ્યું હતું કે મૌલાનાને 19 બાળકો છે.કોઈ કહી રહ્યું છે કે ચાર બાળકો છે. બધા કહી રહ્યા છે કે વધુ બાળકો છે.તમારે વધુ કેમ નથી? હું તમને 20 બાળકો પેદા કરવાનો પડકાર ફેંકું છું.આ કેવો મજાક છે?”
નવનીત રાણાએ કેવું નિવેદન આપ્યું?
નવનીત રાણાએ કહ્યું, “કેટલાક લોકોની બહુવિધ પત્નીઓ અને ઘણા બાળકો હોય છે.. જેના કારણે તેમની વસ્તી વધે છે.આનો સામનો કરવા માટે તેમણે હિન્દુઓને ભારતનું રક્ષણ કરવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા વિનંતી કરી.”ભાજપના નેતાએ કહ્યું, “હું બધા હિન્દુઓને અપીલ કરું છું. સાંભળો આ લોકો ખુલ્લેઆમ કહે છે કે તેમની ચાર પત્નીઓ અને 19 બાળકો છે.હું સૂચન કરું છું કે આપણને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ.”
નવનીત રાણાએ કહ્યું, “મને ખબર નથી કે તે મૌલાના છે કે બીજું કોઈ, પણ તેણે કહ્યું હતું કે તેને 19 બાળકો અને ચાર પત્નીઓ છે. પણ તે ૩૦ વર્ષના આંકડે પહોંચ્યો નથી.તે મોટી સંખ્યામાં બાળકો પેદા કરીને ભારતને પાકિસ્તાનમાં ફેરવવા માંગે છે.. તો આપણે ફક્ત એક બાળકથી કેમ સંતુષ્ટ રહીએ? આપણે પણ ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ.”
- Advertisement -
- Advertisement -