32 C
Ahmedabad
Saturday, April 18, 2026

ભારત ચોખાના ઉત્પાદનમાં વિશ્વનો નંબર વન દેશ બન્યો..ચીનને પાછળ છોડયું


ભારત ચોખાના ઉત્પાદનમાં પડોશી દેશ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે,ભારતનું ચોખાનું ઉત્પાદન વધીને 15.18 કરો ટન થયું છે..જે ચીનના 14.5 કરોડ ટનથી વધુ છે.આ દેશ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે..25 પાકોની 184 નવી જાતોનું અનાવરણ કરતા ચૌહાણે કહ્યું કે દેશમાં પુષ્કળ પ્રમાણમાં અનાજ ભંડાર છે.. જે ભારતની ખાદ્ય સુરક્ષાને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરે છે.નોંધપાત્ર રીતે ભારત ખાદ્ય અછતવાળા દેશમાંથી વૈશ્વિક ખાદ્ય પ્રદાતા બની ગયું છે.. જે વિદેશી બજારોમાં ચોખાનો પુરવઠો પૂરો પાડે છે.આ વૈશ્વિક ભાવોને નિયંત્રિત કરવામાં મદદ કરી રહ્યું છે.

નવી જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે

એક કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત 25 પ્રાદેશિક પાકોની 184 સુધારેલી જાતોનું અનાવરણ કર્યું..તેમણે વધુમાં જણાવ્યું કે, આ 184 સુધારેલી જાતો ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.. કારણ કે તે તેમને વધુ ઉપજ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન પ્રદાન કરશે.વધુમાં પાક ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

દેશ કૃષિ ક્રાંતિના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું કે, દેશે ઉચ્ચ ઉપજ આપતા બીજના વિકાસમાં મોટી સફળતા મેળવી છે. ઉચ્ચ ઉપજ આપતા અને આબોહવા-સ્થિતિસ્થાપક બીજના વિકાસ સાથે, દેશ કૃષિ ક્રાંતિના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.તેમણે મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે,, આ જાતો ખેડૂતો સુધી ઝડપથી પહોંચે તે સુનિશ્ચિત કરે.

મોદી સરકારે 3,236 જાતોને મંજૂરી આપી

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 1969 થી 2014 દરમિયાન ફક્ત 3,969 જાતોને સૂચિત કરવામાં આવી હતી.તેની સરખામણીમાં 3,236 ઉચ્ચ ઉપજ આપતી જાતોને મંજૂરી આપી છે. 1969 માં ગેઝેટ સૂચના પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કુલ 7,205 પાકની જાતોને સૂચિત કરવામાં આવી છે. જેમાં ચોખા, ઘઉં, જુવાર, મકાઈ, કઠોળ, તેલીબિયાં અને રેસાવાળા પાકનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -