24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડીનું 81 વર્ષની વયે અવસાન


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ અવસાન થયું.તેમણે 81 વર્ષની વયે મહારાષ્ટ્રના પુણે સ્થિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમના પાર્થિવ શરીરને આજે બપોરે 2 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસમાં રાખવામાં આવશે.તેમના અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં બપોરે 3:30 વાગ્યે કરવામાં આવશે.

સુરેશ ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર હતા

નોંધનીય છે કે, સુરેશ કલમાડી રમતગમત પ્રશાસક, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સંસદ સભ્ય હતા.રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1964થી 1972 સુધી ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર તરીકે સેવા આપી હતી..1960 ના દાયકામાં NDA પાસ કર્યા પછી તેઓ વાયુસેનામાં જોડાયા હતા.છ વર્ષ વાયુસેનામાં સેવા આપ્યા બાદ 1974 માં NDA માં તાલીમ પણ લીધી હતી.વાયુસેનામાં રહીને સુરેશ કલમાડીએ 1965 અને 1971 ના યુદ્ધોમાં પણ યોગદાન આપ્યું હતું.

સંજય ગાંધી સુરેશને રાજકારણમાં લાવ્યા.

નોંધનીય છે કે, વાયુસેનામાંથી મુક્ત થયા પછી સુરેશે ફાસ્ટ ફૂડ આઉટલેટ ખોલ્યું. આ સમય દરમિયાન તેઓ સંજય ગાંધીને મળ્યા જે તેમને રાજકારણમાં લાવ્યા. સુરેશે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું અને 1982 માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં ચૂંટ્યા.તેમણે 1996 અને 2004માં પુણેથી લોકસભા સાંસદ તરીકે સેવા આપી. તેમણે 1995 અને 1996માં નરસિંહ રાવ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે સેવા આપી અને રેલ બજેટ રજૂ કર્યું.1996માં સુરેશ કલમાડી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ બન્યા.તેમણે બે વાર ચાર વર્ષ માટે બિનહરીફ સેવા આપી હતી..

2010માં ભ્રષ્ટાચારના આરોપ

તેઓ 2000થી 2013 સુધી એશિયન એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ રહ્યા. 2010માં તેમને દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટે આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જોકે તેમની પર રમતોની આસપાસના કૌભાંડમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.CBI અને ED એ પણ કાર્યવાહી કરી 2011માં તેમની ધરપકડ કરવામાં આવી અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી.2025માં CBI અને ED એ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો.. જેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -