1300થી વધુનાં મોત અને 800 ગુમ: દક્ષિણ-પૂર્વ એશિયામાં પૂર અને ભૂસ્ખલનનો કેર
દક્ષિણ-પૂર્વ એશિયાના ત્રણ દેશો ઈન્ડોનેશિયા,મલેશિયા અને થાઈલેન્ડમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે.અત્યાર સુધીમાં આ કુદરતી આફતમાં 1,300થી વધુ લોકોનાં મોત થયા..અને 800થી વધુ લોકો લાપતા છે.હજારો લોકો જીવ બચાવવા માટે છત અને વૃક્ષો પર ચઢી ગયા છે.રાહત અને બચાવ દળો લોકોને બચાવવા તેમજ મૃતદેહોની શોધમાં લાગેલા છે. જોકે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈન્ડોનેશિયામાં સૌથી વધુ મૃત્યુ
મંગળવારે અધિકારીઓએ જણાવ્યું કે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 1,303 લોકો માર્યા ગયા છે. જેમાં ઈન્ડોનેશિયામાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.ઈન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 712 લોકોએ જીવ ગુમાવ્યા છે.. જ્યારે શ્રીલંકામાં 410 અને થાઈલેન્ડમાં 181 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.જોકે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ જણાવ્યું છે કે મૃતકોની સાચી સંખ્યા જણાવવી હાલમાં વહેલું ગણાશે.
રસ્તાઓ તૂટ્યા અને પુલ ધરાશાયી થયા
પૂર અને ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત દેશ ઈન્ડોનેશિયા છે.દેશમાં બચાવકર્મીઓને સુમાત્રા ટાપુના ગામો સુધી પહોંચવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે. કારણ કે અહીં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પુલ ધરાશાયી થઈ ગયા છે.ઈન્ડોનેશિયાની રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 507 લોકો ગુમ છે.લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર અને બોટ તૈનાત કરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું કે, ખરાબ હવામાન અને નુકસાન પામેલા માળખાકીય સુવિધાઓને કારણે બચાવ કામગીરી ધીમી પડી રહી છે.
ગુમ થયેલા લોકોની શોધ ચાલુ
શ્રીલંકાના આપદા વ્યવસ્થાપન કેન્દ્રએ મંગળવારે જણાવ્યું કે સેનાના નેતૃત્વ હેઠળની બચાવ ટીમ ચક્રવાત વાવાઝોડું ‘દિતવા’ પછી પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં 336 ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.ભૂસ્ખલનને કારણે રસ્તાઓ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા છે અને પુલ તૂટી ગયા છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ, દક્ષિણ થાઈલેન્ડમાં ભીષણ પૂર પછી રસ્તાઓ અને ઇમારતોની સફાઈ શરૂ કરવામાં આવી છે. પૂરથી 15 લાખથી વધુ ઘરો અને 39 લાખ લોકો પ્રભાવિત થયા છે.અધિકારીઓ પાણી અને વીજળી સહિતની મૂળભૂત સુવિધાઓને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
- Advertisement -
- Advertisement -