37 C
Ahmedabad
Monday, April 20, 2026

વિશ્વમાં મોટું યુદ્ધ થવાની શક્યતા: અમેરિકન અબજોપતિ એલન મસ્ક દ્વારા પરમાણુ યુદ્ધની ચેતવણી,જાણો ક્યાં છે ખતરો?


ટેસ્લા અને X (અગાઉ ટ્વિટર)ના માલિક અબજોપતિ એલન મસ્ક ભવિષ્યને લઈને દુનિયાને સતત ચેતવણી આપી રહ્યા છે.વસ્તીમાં ઘટાડો હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ, એલન મસ્કે માનવતાને સાવચેત કરી છે.હવે મસ્કે ચેતવણી આપી છે કે આગામી 5 થી 10 વર્ષમાં વિશ્વમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળી શકે છે.. જે પરમાણુ યુદ્ધ પણ હોઈ શકે છે.

મસ્કનો દાવો: વૈશ્વિક સંઘર્ષ અનિવાર્ય

X પર કરેલી એક પોસ્ટમાં એલન મસ્કે કહ્યું કે, જલ્દી જ દુનિયા એક વૈશ્વિક સંઘર્ષમાં ફસાઈ શકે છે. ટ્રમ્પ સરકાર સાથે કામ કરી ચૂકેલા મસ્કે વૈશ્વિક પ્રશાસન પર પરમાણુ પ્રતિરોધક ક્ષમતાના પ્રભાવને લઈને ચાલી રહેલી એક ચર્ચામાં આ પોસ્ટ કરી હતી.મસ્કના આ નિવેદન બાદ આ અંગેની ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે.

મસ્કે હન્ટર એશ નામના યુઝરની એક પોસ્ટના જવાબમાં આ વાત કહી. આ યુઝરે દાવો કર્યો હતો કે વિશ્વભરની સરકારો વહીવટી મામલામાં ઓછી અસરકારક છે અને તેનું કારણ એ છે કે તેમને કોઈ વિદેશી યુદ્ધના ખતરાનો ડર નથી.તેના જવાબમાં એલન મસ્કે સ્પષ્ટપણે કહ્યું કે, મોટું યુદ્ધ થવાનું જ છે. ક્યારે અને ક્યાં થશે? આ સવાલ પર મસ્કે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં આ યુદ્ધ થઈ શકે છે.મસ્કે ઉમેર્યું, “યુદ્ધ અનિવાર્ય છે. 5 વર્ષ વધુમાં વધુ 10 વર્ષ.”

તાઇવાનથી લઈને યુક્રેન સુધી તણાવ

જોકે એલન મસ્કે તેમની સંભાવનાને ખૂબ વિસ્તારથી નથી જણાવી.. પરંતુ તેમની Xની AI  ગ્રોકનું કહેવું છે કે આ પહેલાંના એક નિવેદનમાં મસ્કે વિશ્વ વ્યવસ્થાને લઈને વાત કરી હતી.તેમાં તેમણે યુરોપમાં સ્થળાંતર (Migration) સંકટ અને વૈશ્વિક સંઘર્ષના ખતરા વિશે જણાવ્યું હતું. ગ્રોકે જણાવ્યું કે, એલન મસ્ક યુરોપ અને બ્રિટનમાં મોટા પાયે પ્રવાસન અને ઓળખની રાજનીતિને કારણે ગૃહ યુદ્ધ, અમેરિકા અને ચીન વચ્ચે તાઇવાનને લઈને યુદ્ધ, તથા યુક્રેનમાં ચાલી રહેલી લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં બદલાઈ જવાની ચેતવણી આપી ચૂક્યા છે.મસ્કનું કહેવું છે કે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા હોવા છતાં વિશ્વમાં તણાવ વધી રહ્યો છે.તેથી માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો તાઇવાન, યુક્રેન અને યુરોપના આંતરિક સંકટ તરફ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -