8 ડિસેમ્બરે લોકસભામાં ‘વંદે માતરમ’ પર ચર્ચા, પીએમ મોદી ઉદ્ઘાટન કરશે
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે લોકસભા સોમવારે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ અને મંગળવારે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠક અને વ્યાપાર સલાહકાર સમિતિ (BAC) ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કિરેન રિજિજુએ જણાવ્યું કે, “આજે લોકસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન, 8 ડિસેમ્બર, સોમવારના રોજ બપોરે 12 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા અને 9 ડિસેમ્બર મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
8 ડિસેમ્બરે ‘વંદે માતરમ’ પર ચર્ચા
બિઝનેસ એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 8 ડિસેમ્બરે લોકસભામાં ‘વંદે માતરમ’ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.આ માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ચર્ચાનું ઉદ્ઘાટન કરશે.એવું માનવામાં આવે છે કે આ ચર્ચા આધુનિક ભારતમાં રાષ્ટ્રગીતના ઇતિહાસ,મહત્વ અને ભૂમિકા પર કેન્દ્રિત હશે.
વિક્ષેપો વિના સત્ર ચલાવવા માટે સંમતિ
કાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિક્ષેપો વિના કાર્યવાહી ચલાવવા માટે પણ સંમતિ થઈ છે.લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં યોજાયેલી ફ્લોર લીડર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ દરમિયાન ઘણા પક્ષો ગૃહની કાર્યવાહી નિયમિત રાખવા અને ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંમત થયા હતા.
- Advertisement -
- Advertisement -