બિહાર વિધાનસભા સહિત સાત રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે; 8:00 વાગ્યે મતગણતરી શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો ઉપરાંત જમ્મુ અને કાશ્મીર અને પંજાબ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આઠ વિધાનસભા બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.પેટાચૂંટણી બેઠકો માટે મતદાન 11 નવેમ્બરે થયું હતું.જ્યારે બિહારમાં મતદાન બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરે થયું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી અને સાત રાજ્યોની આઠ બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.
બિહારમાં આજે 2,616 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 74.5 મિલિયન મતદારો નોંધાયેલા છે. પંચે જણાવ્યું કે, કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષે ફરીથી મતદાનની વિનંતી કરી નથી.વધુમાં SIR પ્રક્રિયા દરમિયાન 38 જિલ્લાઓમાં કોઈપણ પક્ષ તરફથી કોઈ અપીલ મળી નથી.કમિશને જણાવ્યું કે, આ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા દર્શાવે છે.મતદારોના વિશ્વાસ અને વહીવટની કાર્યક્ષમતાનો પુરાવો છે.
JDU નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યું, “લોકોએ પોતાનો જનાદેશ આપ્યો છે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ગઠબંધનને મત આપ્યો છે.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.મને વિશ્વાસ છે કે NDA બિહારમાં ફરીથી સરકાર બનાવશે.
- Advertisement -
- Advertisement -