36 C
Ahmedabad
Monday, April 20, 2026

અમદાવાદ : ચાંદખેડામાં બનશે દેશનો સૌથી મોટો મોલ : લુલુ ગ્રુપે ખરીદી રૂપિયા 519 કરોડની જમીન


અમદાવાદમાં લુલુ ગ્રુપ ચાંદખેડામાં દેશનો સૌથી મોટો લુલુ મોલ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઇવેટ લિમિટેડે 519 કરોડ રૂપિયામાં જમીન ખરીદીને આ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું.આ સોદા માટે ગ્રુપે 25.45 કરોડ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યૂટી ભરતાં રાજ્ય સરકારને મોટો આવક સ્ત્રોત મળ્યો છે.

લુલુ ગ્રુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કુલ 66,168 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા પાંચ પ્લોટ (નંબર 381, 382, 383, 391 અને 396) ખરીદ્યા છે. આ તમામ પ્લોટ ટીપી સ્કીમ નંબર 76/Bમાં આવતાં વિસ્તારોમાં આવે છે. વાઘબારસના દિવસે સોદાની પ્રક્રિયા પૂર્ણ કરી સાબરમતી સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને લુલુ ગ્રુપ વચ્ચેનો આ સોદો ગયા વર્ષે નક્કી થયો હતો. પરંતુ 66 હજાર ચોરસ મીટર જમીનમાંથી આશરે 10 હજાર ચોરસ મીટર વિસ્તાર ખાનગી માલિકીનો હોવાથી પઝેશન મળ્યું નહોતું. હવે ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થતાં બાકી રહેલાં વિસ્તારોનું પણ પઝેશન પૂર્ણ થયું છે. મ્યુનિ.એ લુલુ ગ્રુપને 7,295 સ્ક્વેર ફૂટ દીઠ દરે જમીન ફાળવી હતી.

લુલુ ગ્રુપના અધિકારીઓએ જણાવ્યું કે ચાંદખેડા વિસ્તારના આ પ્લોટ પર મોલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શહેરમાં હજારો લોકોને રોજગારીના નવા અવસર મળશે.અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને પણ નવી દિશા મળશે.

લુલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલીનો ગુજરાત સાથે જુનો સંબંધ છે. તેમના પિતા એક સમય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. યુસુફ અલીનું બાળપણ કેરળના થ્રિસુર જિલ્લાના નટ્ટિકા ગામમાં વીત્યું હતું..પરંતુ કિશોરાવસ્થામાં તેઓ અમદાવાદમાં પોતાના કાકા સાથે રહેતા હતા.

શરૂઆતમાં વકીલ બનવાની ઇચ્છા ધરાવતા યુસુફ અલીએ અંતે વ્યવસાય ક્ષેત્ર પસંદ કર્યું.. અને પોતાના પિતાને સહકાર આપવા ગુજરાત આવ્યા હતા. તેમણે અહીં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યુ હતું.જે તેમના ભવિષ્યના બિઝનેસ માટે આધારશિલા સાબિત થયું

લુલુ ગ્રુપનો દાવો છે કે વાઇબ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્રિકેટ મેચ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે.આ મોલનું ફૂડ કોર્ટ પણ સૌથી મોટું હશે. અહીં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓનો આનંદ માણી શકશે છે.મોલમાં 15 મલ્ટિપ્લેક્સ બનાવવાની યોજના છે. હાલમાં દેશનો સૌથી મોટો મોલ કોચીમાં છે.આ પણ લુલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમાં 225 થી વધુ આઉટલેટ્સ છે. આ સાથે અહીં 100થી વધુ બ્રાન્ડ્સ હાજર છે. આ ફૂડ કોર્ટમાં 2500 લોકોની ક્ષમતા છે.

લુલુ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ “મોતી” થાય છે. યુસુફ અલીએ પોતાની કંપનીનું નામ આ શબ્દ પરથી રાખ્યું હતું. જે હવે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -