27 C
Ahmedabad
Saturday, April 18, 2026

સોનાના ભાવમાં હલચલ..દિવાળી સુધીમાં રૂપિયા 1.25 લાખની નજીક પહોંચવાની ધારણા..


આ વર્ષે સોનાના ભાવમાં થયેલા ભારે વધારાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 3600 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા છે. અહેવાલ મુજબ જો આ વધારો ચાલુ રહેશે તો આવતા વર્ષે તેની કિંમતો 4500 ડોલર સુધી પહોંચી શકે છે. ભારતમાં આ ભાવ 1.45 લાખની નજીક રહેશે. નિષ્ણાતો એવો પણ અંદાજ લગાવી રહ્યા છે કે, આ વર્ષે દિવાળી પર જ સોનું 1.25 લાખના સ્તરને સ્પર્શી શકે છે.ગત ધનતેરસ પર સોનાનો ભાવ 78,846 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે ખુલ્યો હતો.

સોનું સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર

આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતાઈ વચ્ચે, મંગળવારે દિલ્હીના સોનાના ભાવ 5,080 રૂપિયા વધીને 1,12,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા.ચાંદીના ભાવમાં પણ 2,800 રૂપિયાનો વધારો થયો છે જે 1,28,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) નો રેકોર્ડ છે.

આ વર્ષે 35 ટકાનો ઉછાળો

જાન્યુઆરીથી સોનાના ભાવમાં 35 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઔંસ દીઠ $3600 ની નજીક પહોંચી ગયો છે. ભારતમાં પણ તે ₹1.12 લાખના સ્તરને વટાવી ગયો છે.

નિષ્ણાતો કહે છે કે, આ વખતે સોનાના ભાવમાં વધારા પાછળનું કારણ ફક્ત ફુગાવો કે સામાન્ય લોકોની ખરીદી નથી. પરંતુ મોટા વૈશ્વિક કારણો છે. વર્તમાન પરિસ્થિતિ કહી રહી છે કે સોનામાં વધારાની આ સફર લાંબી થઈ શકે છે. આને કારણે, રોકાણકારો અને ગ્રાહકો બંનેનો રસ સતત જળવાઈ રહે છે.

સોનું સૌથી સલામત રોકાણ રહે છે

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના વર્તમાન વાતાવરણમાં સોનું સલામત રોકાણ રહે છે. યુએસ ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ અને ડોલરમાં ઓછો વિશ્વાસ જેવા સંજોગોએ રોકાણકારોને યુએસ ટ્રેઝરીમાંથી પૈસા ઉપાડવા અને સોનામાં રોકાણ કરવા પ્રેર્યા છે. જો એક ટકા પણ પૈસા યુએસ ટ્રેઝરીમાંથી સોનામાં જાય છે.તો માંગમાં વધારો થવાને કારણે ભવિષ્યમાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે.

કેન્દ્રીય બેંકો ઝડપથી ખરીદી કરી રહી છે

સોનાની વાસ્તવિક માંગ હવે વિશ્વભરની કેન્દ્રીય બેંકો તરફથી આવી રહી છે. યુએસ અને ડોલરમાં વિશ્વાસના અભાવ અને સતત વધતા ભૂ-રાજકીય તણાવને કારણે, ઘણા દેશો તેમની કેન્દ્રીય અનામત વ્યૂહરચના બદલી રહ્યા છે. અને તેમાં સોનાનું વર્ચસ્વ મજબૂત થઈ રહ્યું છે.

2025 ના પ્રથમ ક્વાર્ટરમાં, આંતરરાષ્ટ્રીય અનામતમાં સોનાનો હિસ્સો 3 ટકા વધીને 24 ટકા થયો. જે સતત ત્રીજા વર્ષના વધારા પછી ત્રણ દાયકામાં તેનું ઉચ્ચતમ સ્તર છે.2025 ના પ્રથમ ક્વાર્ટરમાં કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા 24 ટકા વધુ હતી.ચીન અને પોલેન્ડ આમાં મોખરે હતા.

સોનું 100 ગણું મોંઘુ થયું

હાલમાં, સોનું ચાંદીના ભાવ કરતાં લગભગ 100 ગણું વધુ ભાવે કારોબાર કરી રહ્યું છે. જે એક અસામાન્ય પરિસ્થિતિ છે. અગાઉ આ સ્તર માર્ચ 2020 માં કોવિડ રોગચાળાના શરૂઆતના દિવસોમાં જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સોનું ચાંદી કરતાં 40 થી 60 ગણું મોંઘુ હોય છે.જ્યારે હાલમાં આ ગુણોત્તર 100 ગણો પહોંચી ગયો છે. બજાર નિષ્ણાતોના મતે આ અસંતુલન સૂચવે છે કે ચાંદીમાં પણ વધારો થવાની શક્યતા છે.

સોનું કેટલું આગળ વધી શકે છે

રિપોર્ટ કહે છે કે જો વૈશ્વિક વાતાવરણ વધુ અસ્થિર બને છે. તો સલામત રોકાણ તરીકે સોનાની માંગ અને કિંમત બંને વધી શકે છે. આને કારણે, આગામી વર્ષના મધ્ય સુધીમાં સોનું $૪૫૦૦-૫૦૦૦ ના સ્તરે પહોંચી શકે છે. આ વર્તમાન સ્તર કરતાં લગભગ ૩૦ ટકા વધારે હશે. ભારતના સંદર્ભમાં, આનો અર્થ એ છે કે આગામી સમયમાં ભાવ ₹1,45,૦૦૦ થી ₹1,55,૦૦૦ સુધી પહોંચી શકે છે.

ભારતમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે

રોકાણ સલાહકારના મતે, ભારતમાં પણ રોકાણકારોનું વલણ સ્પષ્ટપણે દેખાય છે. ગોલ્ડ ETFમાં જૂન 2025માં ₹2,000 કરોડ અને જુલાઈમાં ₹1,256 કરોડનું રોકાણ મળ્યું હતું. પહેલા જ્યાં તહેવારો અને લગ્નો માટે સોનું ખરીદવામાં આવતું હતું. હવે લોકો તેને ગંભીર રોકાણ તરીકે જોઈ રહ્યા છે. ડોલર સામે રૂપિયાની નબળાઈએ આ તેજીમાં વધુ વધારો કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું $3600 પ્રતિ ઔંસની ઉપર પહોંચી ગયું હતું.ત્યારે ભારતમાં તેનો ભાવ ₹1 લાખ 12 હજાર પ્રતિ 10 ગ્રામથી ઉપર ગયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -