માણસા : તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર રૂપિયા 3,500 ની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરના માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝંખિત મહેન્દ્રભાઇ રાવળ લાંચ લેતા ઝડપાયો હતો.પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાન બનાવવા બેંક ખાતામાં રૂપિયા 50 હજાર જમા કરાવવાના બદલામાં રૂ.3,500 ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ ફરિયાદીના પિતાજીના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજૂર થયું હતું.જે મકાન બનાવવા ફરીયાદીના પિતાજીના બેંક ખાતામાં રૂ.50,000 નો હપ્તો જમા કરાવવાના અવેજ પેટે માણસા તાલુકા પંચાયતના વર્કસ મેનેજર ઝંખિત રાવળે રૂ.3,500ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો..ત્યારબાદ ACBએ મહારાજા પાનપાર્લર, બસ સ્ટેન્ડ પાસે, માણસા ખાતે જાળ બિછાવી હતી.જેમાં ફરિયાદી પાસેથી રૂ.3,500ની લાંચ લેતા ઝંખિત મહેન્દ્રભાઇ રાવળ ઝડપાઈ ગયો હતો..
- Advertisement -
- Advertisement -